ગુજરાત

gujarat

ETV Bharat / city

Road building department: તળાજામાં બ્રિજ તૂટતા 35 ગામ સંપર્ક વિહોણા: કનુ બારૈયા - Minister of Road Building

કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ વિધાનસભામાં જણાવ્યું કે તળાજામાં દાઠા ગામના પાદરે બગડ નદી પર 35 થી 40 ગામડાઓને જોડતો બ્રિજ છે. ઉંચાકોટડા પવિત્ર યાત્રાધામ જવાનો પણ તે એક જ રસ્તો છે. તંત્રે કામચલાઉ ધોરણે માટીનો ગારો (Temporarily Road) કરીને રોડ બનાવ્યો છે જે ચોમાસામાં ધોવાઈ જશે.

Road building department: તળાજામાં બ્રિજ તૂટતા 35 ગામ સંપર્ક વિહોણા: કનુ બારૈયા
Road building department: તળાજામાં બ્રિજ તૂટતા 35 ગામ સંપર્ક વિહોણા: કનુ બારૈયા

By

Published : Mar 9, 2022, 9:47 PM IST

ગાંધીનગર: તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ વિધાનસભામાં(Gujarat Legislative Assembly) જણાવ્યું હતું કે, તેમના મત વિસ્તારમાં તળાજામાં દાઠા ગામના પાદરે બગડ નદી પર 35 થી 40 ગામડાઓને જોડતો બ્રિજ 14 નવેમ્બર 2021 ના રોજ ધરાશયી થયો હતો.

આ પણ વાંચો:Genda Circle Bridge Issue : 5 વર્ષથી બનતો આ બ્રિજ ક્યારે પૂર્ણ થશે? સરકારે હાથ અદ્ધર કરી દીધાં

મુખ્યપ્રધાન અને માર્ગ બાંધકામ પ્રધાનને રજુઆત

ચાર મહિનાથી આ બ્રિજ તૂટતાં 35 થી 37 ગામો સંપર્ક વિહોણા થયા છે. ઉંચાકોટડા પવિત્ર યાત્રાધામ (Unchakotda holy pilgrimage)જવાનો પણ તે એક જ રસ્તો છે. તંત્રે કામચલાઉ ધોરણે માટીનો ગારો કરીને રોડ બનાવ્યો છે. જે ચોમાસામાં ધોવાઈ જશે. આ માટે બ્રિજ ન બનાવવામાં આવે તો ચોમાસામાં વરસાદમાં આ ગામો સંપર્ક વિહોણા થઈ જશે.

આ પણ વાંચો:વડોદરા: ગેંડા સર્કલના બ્રિજ માટે નાણાં ફાળવવાનો સરકારનો ઇનકાર, વિપક્ષે આપી આંદોલનની ચીમકી

5.78 કરોડનું ટેન્ડર

કનુ બારૈયાએ જણાવ્યું હતું કે, આ બ્રિજ બનાવવામાં 5.78 કરોડ જેટલો ખર્ચ છે. આ અંગે તેમણે મુખ્ય પ્રધાન અને માર્ગ મકાન પ્રધાન પુરણેશ મોદીને રજૂઆત કરી છે. જો કામ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details