ગાંધીનગર : વિધાનસભાની (Gujarat Assembly Budget Session 2022 ) પ્રશ્નોત્તરીમાં નર્મદાના નહેરના કામકાજ અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક પ્રશ્નો (Congress Question in Assembly) પૂછ્યા હતાં. જેમાં 31 ડિસેમ્બર 2021 સુધીમાં હજુ 6677.798 કિલોમીટર લંબાઇના કામકાજ (Work remaining in Narmada project ) બાકી હતું. ત્યારે રાજ્યના નર્મદા વિભાગના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં વધુ માહિતી (Rishikesh Patel on Narmada) આપતા જણાવ્યું હતું કે અનેક પડકારો વચ્ચે ગુજરાતની જીવાદોરી નર્મદાની કામગીરી પૂર્ણતાના આરેે છે રાજ્યમાં નર્મદાની મુખ્ય નહેરનું 100 ટકા કામ, બ્રાન્ચ નહેરનું 99.74 ટકા અને માઇનોર કેનાલનું 92 ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Narmada Canal: નર્મદા કેનાલના હજુ કામ બાકી છે, સરકારે સ્વીકાર કર્યો