ગાંધીનગર-રાજ્યમાં નબળા આર્થિક પરિવારોના બાળકોને રાજ્યની સાધનસંપન્ન ખાનગી શાળાઓમાં (Private schools in Gujarat )સારા શિક્ષણ માટે પ્રવેશ આપતી વ્યવસ્થા કરવામાં આવે છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આર્થિક નબળા વર્ગના પરિવારોના કુલ 70,000 બાળકોને શાળા પ્રવેશ (Right to Education Admission)આપવાની વાત શિક્ષણપ્રધાને (Education Minister Jitu Vaghani) કરી છે.
આ પણ વાંચોઃ RTE હેઠળ ખોટા દસ્તાવેજના આધારે પ્રવેશ લેનાર સામે DEO એક્શનમાં
ક્યારે થશે પ્રવેશ ? -શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું છે કે 21 માર્ચના રોજ આ પ્રવેશ માટે જાહેરાત બહાર પાડવામાં આવશે. 30 માર્ચથી લઈને 11 એપ્રિલ સુધી આ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા rte.orpgujarat.com પર અરજી કરવાની રહેશે. 26 એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડનો પ્રવેશ જાહેર થશે.
આ પણ વાંચોઃ રાજ્યમાં RTEની 1,81,108 અરજીઓ મળી, સૌથી વધુ અમદાવાદમાં 30,482 અરજીઓ આવી
તમામ પ્રક્રિયા ઓનલાઇન- રાઇટ ટુ એજ્યુકેશન માટે શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે કે, તમામ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. તેમજ તમામ પ્રમાણપત્રો પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તે માટે વાલીઓને પૂરતો સમય આપવામાં આવ્યો છે.