ગુજરાત

gujarat

Rift in SPG : લેટરપેડ ફેક નથી, તમામ લોકોની સત્તાવાર નિમણૂક કરાઈ હોવાનો પૂર્વીન પટેલનો દાવો

By

Published : Jan 18, 2022, 2:28 PM IST

Updated : Jan 18, 2022, 4:49 PM IST

એસપીજી દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરાતા રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ લાલજી પટેલ નારાજ છે. જે લેટરપેડ ઉપર નિમણૂક કરાઇ છે તે ખોટા (Rift in SPG) હોવાની વાત પણ લાલજી પટેલ કરી રહ્યા છે.

Rift in SPG : લેટરપેડ ફેક નથી, તમામ લોકોની સત્તાવાર નિમણૂક કરાઈ હોવાનો પૂર્વીન પટેલનો દાવો
Rift in SPG : લેટરપેડ ફેક નથી, તમામ લોકોની સત્તાવાર નિમણૂક કરાઈ હોવાનો પૂર્વીન પટેલનો દાવો

ગાંધીનગર : ગુજરાતમાં પાટીદાર સમાજની મોટી સામાજિક સંસ્થા એસપીજીમાં ફાંટા (Rift in SPG) પડયાં હોવાની વાતો સામે આવી છે. જેમાં એસપીજી દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરાતા રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ લાલજી પટેલ નારાજ છે અને જે લેટરપેડ ઉપર નિમણૂક કરાઇ છે તે ખોટા હોવાની વાત પણ લાલજી પટેલ (Patidar Politics) કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે etv ભારત સાથે એસપીજીના પ્રવક્તા નીતિન પટેલે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ કોઈ ખોટો લેટરપેડ નથી જ્યારે જે લોકોની પણ નિમણૂક કરવામાં આવી છે તે સર્વસંમતિથી અને સત્તાવાર રીતે નિમણૂક કરાઇ છે.

એસપીજીના નવા મંડળની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે

મારા અને લાલજી પટેલ વચ્ચે કોઈ વિવાદ નથી

નવા પ્રદેશ અધ્યક્ષ પદે નિમણૂક થતા લાલજી પટેલ અને પૂર્વીન પટેલ વચ્ચે કોઈ વિવાદ (Rift in SPG) હોય તેવી વાત વચ્ચે પુથ્વી પટેલ Etv Bharat સાથે ખાસ વાતચીત કરતાં સ્પષ્ટતા કરી હતી કે મારા અને લાલજી પટેલ વચ્ચે કોઈ વિવાદ નથી જ્યારે હું તો પ્રશ્નોના નિરાકરણ માટે પોતાની સમાધાનની ભૂમિકા ભજવી રહ્યો છું. જ્યારે અમારી બંને વચ્ચે કોઈ પણ મતમતાંતર (Patidar Politics) નથી કોઈ ભેદ નથી. પણ વાત એટલી જ છે કે 27 7 2021ના રોજ જ્યારે બેઠક મળી હતી ત્યારે તમામ હોદ્દેદારોને નિમણૂક કરવાની વાત હતી. જે લોકોએ સમાજ સેવા કરી છે તેમને સમય મર્યાદા વધારવાની વાત હતી અને જો સમયમર્યાદામાં કામ ન કરે તો બદલવાની વાત હતી ત્યારે આજે એ તમામ લોકોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે.

લાલજી પટેલનું કહેવું છે કે લેટર પેડ ખોટો

એસપીજીના નવા મંડળની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. એસપીજીના લેટરપેડ ઉપર આ જાહેરાત કરાઇ છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે ગૌરાંગભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા તરીકે પૂર્વીન પટેલ સૌરાષ્ટ્રના અધ્યક્ષ તરીકે જસ્મીન પીપળીયા, ગુજરાત પ્રદેશ 108 અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ લેટર પેડ બાબતે લાલજી પટેલ એવા પણ નિવેદન કરી રહ્યા છે કે આ લેટર પેડ ખોટું (Rift in SPG) છે. એક લેટરપેડ ઉપર હોદ્દાઓની ફાળવણી અને કામગીરી ચાલી રહી છે. જ્યારે એસપીજીના આ બોડીને ખોટી (Patidar Politics) રીતે પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેથી કોઈપણ સભ્યએ ગેરમાર્ગે ન દોરાવા માટે પણ લાલજી પટેલે આહવાન કર્યું હતું ત્યારે તેના પ્રત્યુત્તરમાં પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી જે લેટરપેડ હતો એ સાચો જ હતો. અત્યારે ગઈકાલે પાંચસોથી સાતસો લોકોની હાજરીમાં ગાંધીનગરમાં તમામ કાર્યકરો ભેગા થયા હતાં અને તેમની હાજરીમાં જ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કોઈ વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ બધાંની સર્વસંમતિથી જ લોકોની નિમણૂક કરવામાં આવી છે અને એસપીજીના ઓફિશિયલ લેટરપેડ ઉપર જ નિમણૂક થઈ છે.

આ પણ વાંચોઃપાટીદાર સમાજના અગ્રણીઓ સામે ભુપેન્દ્ર પટેલે કહ્યું, મુખ્યપ્રધાનનો પોતાનો કોઈ સમાજ હોતો નથી

લાલજી પટેલ કેમ નિમણૂક કરતા ન હતાં

ગોવિંદ પટેલ પર પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય મહિનાઓથી આ નિમણૂક અટકેલી હતી. ત્યારે લાલજી પટેલ કેમ નિમણૂક કરતા ન હતાં એવા પ્રશ્નો (Patidar Politics) પણ પૂર્વીન પટેલે લાલજી પટેલને (Rift in SPG) કર્યા હતાં.

આ પણ વાંચોઃ #SuratFireTragedy પર લાલજી પટેલનો કટાક્ષ, કહ્યું- નાની માછલીઓ પકડાઈ પણ મગર બચી ગયા

Last Updated : Jan 18, 2022, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details