ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું - સુરત ટ્રાફિક પોલીસ

સુરતના વરાછા વિસ્તારમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી લોકોની બાઈક પર સળિયા લગાવવાની કામગીરી તેમજ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત ટ્રાફિક પોલીસના ACP ઝે.એ.શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બાઈક પર સળિયા લગાવવાની કામગીરી
બાઈક પર સળિયા લગાવવાની કામગીરી

By

Published : Jan 13, 2021, 3:43 PM IST

  • સુરત ટ્રાફિક પોલીસે યોજ્યો કાર્યક્રમ
  • કાર્યક્રમમાં ટૂ વ્હિલક સાધનો પર સળિયા લગાવ્યા
  • પોલીસે તકેદારી રાખવા અંગે કહ્યું

સુરત: વરાછા વિસ્તારમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી લોકોની બાઈક પર સળિયા લગાવવાની કામગીરી તેમજ સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત ટ્રાફિક પોલીસના ACP ઝે.એ.શેખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોને ઉત્તરાયણ પર્વ દરમિયાન સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરી હતી.

લોકભાગીદારીથી ટૂ વ્હિલર આગળ સળિયા લગાવવાની કામગીરી

ઉત્તરાયણને હવે એખ દિવસ બાકી રહ્યો છે, ત્યારે પતંગના કપાયેલા દોરાથી ટૂ વ્હિલર ચાલકોને ઈજા ન પહોંચે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટ્રાફિક પોલીસે લોકભાગીદારીથી ટૂ વ્હિલર આગળ સળિયા લગાવવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત ટૂ વ્હિલર ચાલકોને ચહેરા અને ગળાના ભાગે દોરો વાગવાના બનાવો વધુ સામે આવતાં હોવાથી સેફ્ટી બેલ્ટ પણ આપવામાં આવ્યાં હતાં. આ સાથે જ પોલીસે ગળા પર સેફ્ટી બેલ્ટથી ગળાનું રક્ષણ થતું હોવાનું જણાવી લોકોને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સાવધાનીપૂર્વક ટૂ વ્હિલર ચલાવવા માટે સમજ આપી હતી.

સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ

ગીતાંજલી ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે લોકભાગીદારીથી યોજાયેલા કાર્યક્રમને વાહનચાલકોએ બિરદાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, પોલીસ દ્વારા અમને સાવધાની દાખવીને થોડા દિવસો શક્ય હોય તો ઓવરબ્રિજ પર વાહન ન ચલાવવા પણ તાકીદ કરી છે. જેનાથી અકસ્માતમાં ઘટાડો થઈ શકે.

ABOUT THE AUTHOR

...view details