ગુજરાત

gujarat

ETV Bharat / city

નવા વર્ષથી રાજ્યની જનતાનુું સ્વાસ્થ્ય સારું રહે, લોકોની તકલીફ દૂર થાય તે રીતનું સરકારનું આયોજન: રાજેન્દ્ર ત્રિવેદી - Latest news of Gandhinagar

ગાંધીનગરના પંચદેવ મંદિરે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નવા વર્ષના દર્શન માટે આવે તે પહેલાં જ રાજ્યના મહેસૂલપ્રધાન (Minister of Revenue) રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) પંચદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા. તેમણે રાજ્યની પ્રજા સુખાકારી ભોગતી, સમૃદ્ધ તથા સ્વાસ્થ્ય પૂર્ણ રહે તેવી પ્રાર્થના પણ મંદિરમાં કરી હતી.

Rajendra Trivedi
Rajendra Trivedi

By

Published : Nov 5, 2021, 10:50 AM IST

  • ગાંધીનગર પંચદેવ મંદિરે મહેસુલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ શીશ ઝૂકાવ્યા
  • રાજ્યની જનતાના સુખાકારી અને આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી
  • CM ભુપેન્દ્ર પટેલ પહેલા પંચદેવ મંદિરે આવ્યા રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર: નવા વર્ષના પ્રારંભે ગાંધીનગરના સેક્ટર 22 ખાતે આવેલા પંચદેવ મંદિર ખાતે તમામ સત્તાધીશો માથું નમાવા આપતા હોય છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નવા વર્ષના દર્શન પંચદેવ ખાતે આવે તે પહેલાં જ રાજ્યના મહેસૂલપ્રધાન (Minister of Revenue) રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) પંચદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા.

લોકોની તકલીફ દૂર થાય તે રીતે સરકારનું આયોજન: રાજેન્દ્ર ત્રિવેદી

રાજ્યના પ્રજાની સ્વાસ્થ્ય પૂર્ણ રહે તેવી પ્રાર્થના મંદિરમાં કરી

રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ ગુજરાત રાજ્યની પ્રજા સુખાકારી ભોગતી, સમૃદ્ધ તથા સ્વાસ્થ્ય પૂર્ણ રહે તેવી પ્રાર્થના પણ મંદિરમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથમાં તૈયાર કરાયેલી શંકરાચાર્યજીની પ્રતિમાનું લોકાર્પણ કરશે તે વિગત પણ મહેસૂલપ્રધાન અને સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવી હતી.

આ પણ વાંચો: Happy new year: વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતી નવા વર્ષની પાઠવી શુભેચ્છા

મહેસુલી આવક રાજ્ય સરકાર માટે મહત્વની: રાજેન્દ્ર ત્રિવેદી

રાજ્ય સરકારના પ્રવક્તા અને મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ ગાંધીનગર ખાતે આવેલા રણછોડજી મંદિર ખાતે જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યની પ્રગતિ માટે સીધી આવક ખૂબ જ જરૂરી છે. આ સાથે જ આવનારા સમયમાં અને નવા વર્ષમાં તમામ નાગરિકોની તકલીફો દૂર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના જુદા જુદા આયોજનો કર્યા છે. લોકોના પ્રશ્નો ઝડપથી નિકાલ થાય અને સરળતાથી તમામ પ્રશ્નોનો નિકાલ થાય અને ઝડપી ન્યાય મળે તેવું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: શ્રીનગર-શારજાહ ફ્લાઈટ: પાકિસ્તાને હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી ન આપતા ગુજરાત થઈને ગઈ

ન્યાય વિભાગ માટે મહત્વનું આયોજન: રાજેન્દ્ર ત્રિવેદી

રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાણાં વિભાગ માટે પણ સરકારે ખાસ પ્રકારનું આયોજન કર્યું છે. જેમાં સરકારી વકીલને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને સરકાર તરફથી જે પણ જવાબ રજૂ કરવાના હોય તેની તાત્કાલિક ધોરણે વિગતો પ્રાપ્ત થાય તે રીતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આંતરમાળખાકીય પ્રશ્નો પણ ઝડપથી નિકાલ થાય અને ન્યાય વિભાગનું કામ સરળ બને તથા ન્યાયતંત્રની કોઈપણ અગવડ ન પડે એ માટે પણ અનેક પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે.

અધિકારીઓ કરી રહ્યા છે ઝડપી કામો: રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાતમાં નવનિયુક્ત સરકાર બની ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ મહત્વની જાહેરાત કરી હતી કે, તમામ કામો ઝડપથી થવા જોઈએ અને રાજ્ય સરકાર દ્વારા એક ખાસ ટીમ તૈયાર કરીને રાજ્યના ગમે તે કલેક્ટર ઓફિસ ખાતે મહેસૂલ વિભાગમાં ગમે ત્યારે સ્પેશિયલ ટીમ દ્વારા બહાર પાડવામાં આવી શકે છે. આ વાતને લઈને હવે અધિકારીઓ વધુમાં ઝડપથી કામો કરી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી જે પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો તેવા તમામ પ્રશ્નોનો ઉકેલ પણ હવે ઝડપથી આવતો થયો હોવાનું નિવેદન પણ રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details