ગાંધીનગરઃ નાણાંપ્રધાન કનુ દેસાઈનું પ્રથમ બજેટ (Finance Minister Kanu Desai Presents First Budget ) વિધાનસભામાં રજૂ થઈ ગયું છે. બજેટ વાંચનમાં વિવિધ જોગવાઇ રજૂ થતી ગઇ ત્યારે સૌથી વધુ મહેસૂલ વિભાગની જોગવાઇઓ પર મહત્ત્વના મુદ્દા શું છે તે જાણવું રસપ્રદ રહ્યું હતું. નાણાંપ્રધાને પોતાની નાણાંકોથળીમાંથી મહેસૂલવિભાગને માટે કુલ 4394 કરોડ રુપિયાની (Revenue Department in Gujarat Budget 2022 ) જોગવાઇ કરી છે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 1,526 કરોડ રૂપિયાની જોગવાઈ
લોકાભિમુખ પગલાં લીધાં છેઃ નાણાંપ્રધાન
નાણાંપ્રધાને કહ્યું કે મહેસૂલી વહીવટમાં સરળીકરણ માટે સરકારે વિવિધ પ્રક્રિયાઓમાં સુધારા કરી લોકાભિમુખ વહીવટ માટે પગલાં લીધેલાં છે. પારદર્શિતા વધારવા એની આર.ઓ.આર (Any-RoR) તથા આઇ-ઓરા(i-ORA) પોર્ટલ પર ડિજિટલ સિગ્નેચર અને ક્યુ.આર. કોડ સાથેના મહેસૂલી દસ્તાવેજોની અધિકૃત નકલ સરકારે ઉપલબ્ધ કરાવી છે. આ વ્યવસ્થાથી આશરે 8 લાખ કરતા વધુ ખેડૂતોને 7/12, 8-અ તેમજ હકપત્રકની પ્રમાણિત નકલો ઓનલાઇન પદ્ધતિથી (Revenue Department in Gujarat Budget 2022 ) આપવામાં આવે છે.
આ સાથે મહેસૂલવિભાગને લઇને જાહેર કરેલી બાબતો