ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં વેન્ટિલેટર ખરીદી અંગે સરકારે કર્યા ખુલાસા - The global epidemic of corona

વિધાનસભામાં ચાલી રહેલા પ્રશ્નોતરી કાળમાં વિપક્ષ દ્વારા વેન્ટિલેટર અંગે પૂછવામાં આવેલા સવાલો અંગે સરકારે ખુલાસા કર્યા છે. રાજ્યને 1091 જેટલા વેન્ટિલેટર મશીન્સ દાનમાં પ્રાપ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આરોગ્ય વિભાગ હેઠળની કચેરીઓમાં હજૂ 1,037 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.

વિધાનસભા
વિધાનસભા

By

Published : Mar 24, 2021, 6:34 PM IST

  • વેન્ટિલેટરનો હિસાબ આવ્યો સામે
  • પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે આપ્યો જવાબ
  • રાજ્ય સરકારને 1,091 વેન્ટિલેટર દાનમાં મળ્યા

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી અને લોકડાઉનમાં અનેક કોરાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા હતા, ત્યારે વેન્ટિલેટરની અછત હોવાની વાત પણ સામે આવી હતી. આ દરમિયાન રાજ્ય સરકાર પાસે કેટલા વેન્ટિલેટર મશીન છે, તે અંગેની પણ અનેક રજૂઆત વિપક્ષ દ્વારા વારંવાર કરવામાં આવતી હતી, ત્યારે રાજ્ય સરકારે વેન્ટિલેટર ખરીદવા બાબતનો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ખુલાસા કર્યા છે. જેમાં રાજ્યને 1,091 જેટલા વેન્ટિલેટર મશીન્સ દાનમાં પ્રાપ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આરોગ્ય વિભાગ હેઠળની કચેરીઓમાં હજૂ 1,037 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.

ગત 2 વર્ષમાં રાજ્ય સરકાર પાસે 4454 વેન્ટિલેટર આવ્યા

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે કે, રાજ્ય સરકારને ગત બે વર્ષમાં કુલ 1,091 જેટલા મશીન્સ દાનમાં પ્રાપ્ત થયા છે જ્યારે 296 વેન્ટિલેટર મશીન્સ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યા છે જ્યારે વર્ષ 2019 માં રાજ્ય સરકારે એક પણ વેન્ટિલેટરની ખરીદી કરી ન હતી અને વર્ષ 2020માં કુલ 67 જેટલા વેન્ટિલેટરની ખરીદી કરી છે.

આ પણ વાંચો :MITના ઇન્જીનીયરોએ વેન્ટિલેટર શેર કરવાનો વધુ સુરક્ષિત માર્ગ શોધી કાઢ્યો

રાજ્ય સરકારે કઈ કંપની પાસે વેન્ટિલેટર ખરીદ્યા

1. એ.બી. ઇન્ડસ્ટ્રીઝ 50 મશીન 6,44,000 પ્રતિ નંગ કુલ ચૂકવણી 3,22,00,000

2. લાઈફલાઈન બિઝ પ્રા.લિ. 4 વેન્ટિલેટર 8,40,000 પ્રતિ નંગ, કુલ ચૂકવણી 33,60,000

3. આર.એચ.પી. મેડિકલ 10 વેન્ટિલેટર પ્રતિ નંગ ભાવ 3,92,000 કુલ ચૂકવણી 39,20,000

4. આર.એચ.પી. મેડિકલ 3 નંગ પ્રતિ નંગ ભાવ 3,64,000 કુલ ચૂકવણી 10,92,000

આ પણ વાંચો :નાસાએ ત્રણ ભારતીય કંપનીઓને વેન્ટીલેટર બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો

કોવિડ 19માં કેન્દ્ર સરકારે 308 કરોડની ફાળવણી કરી

કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કુલ 308 કરોડ રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ ફાળવેલી છે, જેમાં રાજ્ય સરકારે કુલ 211,02,25,519 કરોડની ખર્ચ કર્યા છે, જ્યારે 96,97,74,481 કરોડ હજૂ પણ વણવપરાયેલા હોવાનું વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details