ગુજરાત

gujarat

ETV Bharat / city

નિવૃત PSI અને નીચેની કેડર સક્ષમ પોલીસ કર્મચારીને ટૂંકા ગાળા માટે સેવામાં લેવાશે: DGP - ગાંધીનગરના તાજા સમાચાર

લોકડાઉનને લઇને DGPએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લૉકડાઉન અંતર્ગત માલવાહક વાહનોને છૂટ આપવામાં આવી છે, પરંતુ આવા વાહનોમાં માણસોની હેરફેર થતી હોય એવા કિસ્સા ધ્યાને આવ્યા છે. જેથી પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આવા સંજોગોમાં વાહન જપ્ત કરીને માલિકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરાશે. જૂનાગઢ ખાતે ખાનગી એમ્બ્યુલન્સમાં માણસોની હેરાફેરી સંદર્ભે એમ્બ્યુલન્સના સંચાલક સહિત 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ETV BHARAT
નિવૃત PSI અને નીચેની કેડર સક્ષમ પોલીસ કર્મચારીને ટૂંકા ગાળા માટે સેવામાં લેવાશે: DGP

By

Published : Apr 3, 2020, 9:49 AM IST

ગાંધીનગર:લોકડાઉનને લઇને DGPએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, લૉકડાઉન અને કોરોના વાઇરસ અંગે રાજ્યના વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો સમૂહ માધ્યમો દ્વારા સચોટ અને સાચી માહિતી આપવામાં આવી રહી છે. ઉપરાંત તેમણે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાય તેવી પોસ્ટ ન મૂકવાની અપીલ કરી છે.

તેમણે કહ્યું કે, આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા સોશિયલ મીડિયા ટ્રાફિક પર સતત નજર રાખવામાં આવી રહી છે. તે અંતર્ગત પણ રાજ્યમાં 25 ગુના નોંધીને 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નિવૃત PSI અને નીચેની કેડર સક્ષમ પોલીસ કર્મચારીને ટૂંકા ગાળા માટે સેવામાં લેવાશે: DGP

તહેવારોના સમયમાં પણ નાગરિકોએ તહેવારની ઉજવણી ઘરે રહીને કરવા અપીલ કર DGPએ કહ્યું કે, ધાર્મિક સંસ્થાઓમાં પણ બેથી ત્રણ લોકો સિવાય વધુ લોકોને એકત્ર ન થવું. જેથી કરીને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય. એ જ રીતે ધર્મગુરૂઓને પણ નાગરિકોને ધર્મ સંસ્થામાં એકત્ર ન કરવા DGPએ અપીલ કરી છે.

રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ વધુ સુદ્રઢ બને, તેવા હેતુથી કમ્યુનિટી વોલિન્ટીયર્સ તરીકે સિવિલ ડિફેન્સના જવાનો, કૉલેજના NSS/NCCના વિદ્યાર્થીઓને આ કામગીરીમાં જોડવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિવૃત PSI અને તેથી નીચેની કેડરના શારીરિક સક્ષમ પોલીસ કર્મચારીઓને પણ ટૂંકા ગાળા માટે તેમની સેવામાં લેવામાં આવશે. જેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.

મરકઝ નિઝામુદ્દીનમાંથી ગુજરાતમાં આવેલા લોકો અંગે કેન્દ્ર સરકાર દ્વારા આપેલી વિગતો મુજબ વિવિધ સ્થળોએ તપાસ કરીને ગુરૂવારે સુરતમાંથી 8 અને અમદાવાદમાંથી 4 મળી અત્યાર સુધીમાં 84ને ઓળખી લેવામાં આવ્યા છે. જ્યાર બાદ તે તમામ લોકોને કવૉરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે હજૂ પણ બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.

વધુમાં DGPએ જણાવ્યું કે, ગુજરાતમાં લૉકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ બદલ 753, કવૉરન્ટાઈનના ભંગ બદલ 361 જ્યારે અન્ય 42 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં 1,990 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને 5,707 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details