ગાંધીનગર રાજ્યના નિવૃત્ત આર્મી જવાનો પોતાની પડતર માંગને લઈને ફરી આંદોલન (army soldiers Movement in Gandhinagar) પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક માંગણી હજુ પડતર હોવાના કારણે ગઈકાલે ગાંધીનગરના ચિલોડા સર્કલ ખાતે આર્મીના જવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે એક નિવૃત્ત આર્મી જવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જે મોડી રાત સુધી માથાકૂટના અંતે પરિવારજનોએ મૃતક નિવૃત્ત જવાનની મૃતદેહનો સ્વીકાર કર્યો હતો, ત્યારબાદ આજે સવારથી જ કુમાવતની આગેવાનીમાં સચિવાલયની બહાર આંદોલન ફરીથી શરૂ દીધું છે.
રાત્રીના 12 વાગ્યા સુધી ચાલી માથાકૂટ કાનજીભાઈ મોથલીયા નામના નિવૃત્ત આર્મી જવાનો મૃત્યુ નીપજ્યું હતુ. ત્યારબાદ આંદોલન કાર્યો સેક્ટર 30થી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સુધી ચાલતા આવ્યા હતા. ગાંધીનગરને પોતાના બાનમાં લીધું હતું. મહત્વની વાત કરવામાં આવે તો, રાત્રીના 12:00 વાગ્યા સુધી આ સમગ્ર માથાકૂટ ચાલી હતી અને ત્યારબાદ અંતે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો નિવૃત્ત આર્મી જવાનોના આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી કે, કાનજીભાઈ મોથલીયાનો ગાંધીનગરમાં સ્ટેચ્યુ મુકવામાં આવે. (Army jawan death in Gandhinagar)