ગાંધીનગર ગુજરાત રાજ્યના નિવૃત્ત આર્મીના જવાનો પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 25 દિવસથી આંદોલન કરી રહ્યા છે. રાજ્ય સરકાર માંગ ન સંતોષે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ત્યારે ગઈકાલે ગાંધીનગરના ચિલોડા સર્કલ ખાતે ફરીથી નિવૃત્ત આર્મીના જવાનોએ આંદોલન રણશિંગુ ફૂંક્યું હતું. આર્મીના જવાનોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ સાથેના ઘર્ષણમાં એક જવાનને છાતીમાં લાકડી વાગી જતા તેઓનું મૃત્યુ થયું છે. આ બનાવને લઈને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા. (Retired Army Goes death in Gandhinagar)
કોણ છે એ જવાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા. પૂર્વ સૈનિકનું દુઃખદ અવસાન થતા ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયાએ શોક વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આંદોલન સમયે આ જવાન જમવા બેઠા હતા અને ટોળામાં સામેલ ન હતા. જ્યારે હાર્ટ એટેક આવવાથી તેઓ શહીદ થયા હોવાની વાત પણ સામે આવી છે. જ્યારે કાનજી મોથલીયા એ કચ્છ રેન્જ IGના ભાઈ હોવાની માહિતી સામે આવી રહી છે કે, ગાંધીનગર DYSP એમ કે રાણાએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ કુદરતી રીતે મૃત્યુ છે. જ્યારે ભારે ગરમીના કારણે હાઇડ્રેશન થવાના કારણે છાતીમાં દુખાવો થયો હતો અને ત્યારબાદ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.( isudan gadhvi Gopal Italia in Gandhinagar)
સચિવાલયના નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત નિવૃત્ત આર્મી જવાનોની ચીમકીને કારણે અને એક વ્યક્તિ મૃત્યુ થયાના કારણે ગાંધીનગર પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી હતી. તેમજ સ્વર્ણિમ સંકુલ એક બે તથા સચિવાલયના તમામ ગેટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગરના અનેક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રધાન નિવાસસ્થાન કે જ્યાં ભુપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ દેવદત્ત આચાર્ય અને તમામ રાજ્યકક્ષા અને કેબિનેટ કક્ષાના પ્રધાનોનું નિવાસસ્થાને પણ પોલીસે કોર્ડન કરી હતી.(Gujarat Retired Army Personnel Protest)
પોલીસે બળજબરી કરી : સુનિલ ગઢવીસુનિલ ગઢવીએ જણાવ્યું હતું કે, અમે પડતર માંગણી લઇને ચિલોડા ખાતે આંદોલન કરી રહ્યા હતા. જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે અમારા ઉપર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન અમારા એક નિવૃત્ત જવાનને છાતીમાં લાકડી વાગી હતી અને તેઓને હાલત ગંભીર થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓનો મૃત્યુ થયું છે. મૃત્યુ થયાના કારણે જ અમે દોષમાં છીએ. પોલીસે અમારા ઉપર લાઠીચાર્જ કર્યો અને અમને ખૂબ માર્યા હોવાનો આક્ષેપ પણ કર્યા હતા. જ્યારે આ રેલી પોલીસના વિરોધમાં કરવામાં આવી હોવાનું નિવેદન ગઢવી આપ્યું હતું. (Army jawan death in Gandhinagar)