ગુજરાત

gujarat

ETV Bharat / city

2888 વિદ્યુત સહાયકોના પરિણામ કરાયા જાહેર - ગાંધીનગર વિધાનસભા

ઊર્જા વિભાગ સાથે જોડાયેલી વિવિધ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 2888 સહાયકોની ભરતી કરવામાં આવી હતી અને 103 એન્જિનિયરની પણ ભરતી કરવામાં આવી હતી.

ઊર્જા પ્રધાન સૌરભ પટેલ
ઊર્જા પ્રધાન સૌરભ પટેલ

By

Published : Mar 9, 2021, 7:22 PM IST

  • PGVCL, DGVCL, UGVCL, MGVCLમાં કરવામાં આવેલી ભરતીના પરિણામો કરાયા જાહેર
  • કુલ 2888 વિદ્યુત સહાયકોની કરવામાં આવી હતી ભરતી
  • કુલ 103 એન્જિનિયરોના પરિણામો જાહેર

ગાંધીનગર: ઊર્જા વિભાગ સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ 1209 જગ્યા, મધ્ય ગુજરાત વીજ કંપનીએ 312 જગ્યા, ઉત્તર ગુજરાત વીજ કંપનીએ 570 જગ્યા, દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ 597 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:રાજકોટમાં PGVCLનો કર્મચારી રૂ.23 હજારની લાંચ લેતા ઝડપાયો

103 એન્જિનિયરના પરિણામો જાહેર થયા

રાજ્ય સરકારના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે, ફુલ 2888 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. સિવિલ એન્જિનિયર, ઈલેક્ટ્રિક એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરની ભરતી યોજવામાં આવી હતી. જેના 103 એન્જિનિયરના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે અને તમામ લોકોને મંગળવારે જ ઓફર લેટર આપવામાં આવશે.

આ પણ વાંચો:લોકડાઉનની સ્થિતિમાં PGVCL સતત ખડેપગે

ઘણા સમયથી ભરતી પ્રક્રિયા અટકી હતી

ઊર્જા વિભાગની વિવિધ કંપનીઓમાં છેલ્લા ઘણા સમયથી ભરતી પ્રક્રિયા અટકી હતી. જેને લઈને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેની જાહેરાત ઊર્જા મંત્રી સૌરભ પટેલે કરી છે.

ABOUT THE AUTHOR

...view details