ગુજરાત

gujarat

ETV Bharat / city

જુલાઇના પહેલા વીકમાં ધોરણ 10નું પરિણામ જાહેર થાય તેવી શક્યતા - Standard 10

જુલાઇના પહેલા વીકમાં ધોરણ 10નું પરિણામ જાહેર થઇ શકે તેવી શક્યતા છે. સૂત્રોના કહ્યા મુજબ, 3 જુલાઈએ જ પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ પોતાના માર્ક્સ ઓનલાઈન અપલોડ કરવા સૂચન કરાયું છે. જેથી તેમના પરિણામની પણ તૈયારીઓ કરવામાં આવશે.

જુલાઇના પહેલા વીકમાં ધોરણ 10નું પરિણામ જાહેર થાય તેવી શક્યતા
જુલાઇના પહેલા વીકમાં ધોરણ 10નું પરિણામ જાહેર થાય તેવી શક્યતા

By

Published : Jun 28, 2021, 4:14 PM IST

Updated : Jun 28, 2021, 4:29 PM IST

3જુલાઈ સુધી પરિણામ જાહેર થાય તેવી શક્યતા

માર્કશીટ મળ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની હોવાથી વિદ્યાર્થીઓ આતુરતાથી જોઈ રહ્યા છે રાહ

ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન માર્ક્સ અપલોડ કરવા કરાયું સૂચન


ગાંધીનગર : ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના કારણે જે વિદ્યાર્થીઓ નિયમિત હતા., તેમની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જે પહેલા વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ માર્કિંગ સ્કૂલ બોર્ડ દ્વારા અપલોડ કરવા પણ કહ્યું હતું. જે બાદ જૂન મહિનાના અંતિમ વીકમાં પરિણામ જાહેર થશે, તેમ જાણવા મળ્યું હતું. પરંતુ હવે જુલાઇના ફર્સ્ટ વીકમાં વિદ્યાર્થીઓ ધોરણ 10નું પરિણામ જાહેર થાય તે પ્રકારની શક્યતા રહેલી છે.

3જુલાઈ સુધી રાજ્ય પરીક્ષા વિભાગ પરિણામ જાહેર કરે તે પ્રકારની શકયતા

કોરોના મહામારીના કારણે આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ઇન્ટર્નલ માર્કિંગના આધારે તેમજ વિવિધ પરીક્ષાઓમાં તેમના પરિણામના આધારે રિઝલ્ટ જાહેર થશે. આતુરતાથી જે નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની રાહ જોઇ રહ્યા હતા, તે 3 જુલાઈ સુધી જાહેર થાય તે પ્રકારે સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, આ પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓનું પરિણામ અને તેમનાં હાથમાં માર્કશીટ મળ્યા બાદ તેઓની પ્રવેશ પ્રક્રિયા આગામી સમયમાં શરૂ થશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ માટે માર્ક્સ અપલોડ કરવા કરાયું ફરમાન

ધોરણ10ની જેમ જ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. પરંતુ વિદ્યાર્થીઓએ 28 જૂનથી લઇને 4 જુલાઇ સુધી પોતાના માર્ક્સ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ માધ્યમિક શાળાના આચાર્યને સુચના આપી છે, બોર્ડની વેબસાઇટ પર માર્ક્સ અપલોડ કરવા માટે સૂચન કરાયું છે. નિયમિત વિદ્યાર્થીઓના નિયત માળખા મુજબ ગુણ અપલોડ કરવાના રહેશે. જેના આધારે વિદ્યાર્થીઓનું પરિણામ જલદી નક્કી કરવામાં આવશે. જો કે, અત્યાર પૂરતું પરિણામ ધોરણ 12નું ક્યારે જાહેર કરાશે તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Last Updated : Jun 28, 2021, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details