ગુજરાત

gujarat

ETV Bharat / city

IIT ગાંધીનગર રિસર્ચ: અમદાવાદની 10 અને ગાંધીનગરની 4 જગ્યા પર વેસ્ટ વોટરમાં કોવિડ-19નું રિસર્ચ - આઈઆઈટી ગાંધીનગર

કોવિડ-19 માટે તમામ સંસ્થાઓ તેમની રીતે અનેક રિસર્ચ કરી રહી છે. કોવિડ-19નો વ્યાપ કેટલો છે તે બાબતે ગાંધીનગર IIT દ્વારા વેસ્ટેજ વોટર પર ખાસ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે IIT ગાંધીનગર દ્વારા ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળો અને અમદાવાદ શહેરના 10થી વધુ સ્થળો ઉપર વેસ્ટેજ વોટરના સેમ્પલ લઈને તેના પર રિસર્ચ કરવામાં આવ્યું છે. અગાઉ પણ ઈટીવી ભારત દ્વારા 11 જૂનના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેસ્ટ વોટર પર રિસર્ચ બાબતોનો એહવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Jan 5, 2021, 4:48 PM IST

Updated : Jan 5, 2021, 6:09 PM IST

  • IIT ગાંધીનગરનું વેસ્ટ વોટરમાં રિસર્ચ
  • કોવિડ-19 બાબતે કરવામાં આવી રહ્યું છે રિસર્ચ
  • વેસ્ટજ વોટર પર કરવામાં આવી રહ્યું છે રિસર્ચ

ગાંધીનગર: કોવિડ-19 માટે તમામ સંસ્થાઓ તેમની રીતે અનેક રિસર્ચ કરી રહી છે. કોવિડ-19નો વ્યાપ કેટલો છે તે બાબતે ગાંધીનગર IIT દ્વારા વેસ્ટેજ વોટર પર ખાસ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે IIT ગાંધીનગર દ્વારા ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળો અને અમદાવાદ શહેરના 10થી વધુ સ્થળો ઉપર વેસ્ટેજ વોટરના સેમ્પલ લઈને તેના પર રિસર્ચ કરવામાં આવ્યું છે. અગાઉ પણ ઈટીવી ભારત દ્વારા 11 જૂનના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેસ્ટ વોટર પર રિસર્ચ બાબતોનો એહવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદની 10 અને ગાંધીનગરની 4 જગ્યા પર વેસ્ટ વોટરમાં કોવિડ-19નું રિસર્ચ

ત્રણ મહિનાથી કરવામાં આવી રહ્યું છે રિસર્ચ

IIT ગાંધીનગર દ્વારા વેસ્ટેજ વોટર પર છેલ્લા ઘણા મહિનાથી રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. અગાઉ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ રિસર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ગાંધીનગર અને અમદાવાદના અમુક વિસ્તારોમાં પણ ગંદા પાણી પર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આ રિસર્ચ પરથી કોરોના વાયરસની પરિસ્થિતિ અંગે પણ જાણ મેળવી શકાય છે કે કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં વાઇરસનો ફેલાવો થયો છે.

અમદાવાદની 10 અને ગાંધીનગરની 4 જગ્યા પર વેસ્ટ વોટરમાં કોવિડ-19નું રિસર્ચ

પોઝિટિવ દર્દીના વાયરસો પાણીમાં મળી આવે છે

આ બાબતે IIT ગાંધીનગરમાં વેસ્ટેજ વોટર પર રિસર્ચ કરતા પ્રોફેસર મનીષ કુમારે જણાવ્યું હતું કે, પોઝિટિવ દર્દીના શરીરમાંથી પણ વાયરસના અમૂક ભાગ છૂટા પડે છે. જે પાણીમાં પણ જોવા મળી શકે છે. તેથી પાણીમાં પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાણીમાં વાયરસના જીન સામે આવ્યા છે. જેના લીધે કયા વિસ્તારમાં કોરોના વાયરસનું પ્રમાણ વધારે છે તે પણ જાણી શકાય છે. અગાઉ પણ IIT ગાંધીનગર દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેસ્ટ વોટર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.

અમદાવાદની 10 અને ગાંધીનગરની 4 જગ્યા પર વેસ્ટ વોટરમાં કોવિડ-19નું રિસર્ચ

અમદાવાદના 4 ઝોનમાં રિસર્ચ કરાયું

આ બાબતે IIT ગાંધીનગરના પ્રોફેસર મનીષકુમાર જણાવ્યું હતું કે, અમદાવાદને ચાર ઝોનમાં વહેંચ્યા બાદ અલગ-અલગ વિસ્તારોમાં વેસ્ટેજ વોટરનું રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં સાબરમતી, ચાંદખેડા, પીરાણા, મણીનગર જેવા વિસ્તારોમાં રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ગાંધીનગરના પણ ચાર અલગ અલગ વિસ્તારોમાં ગંદા પાણી એટલે કે વેસ્ટેજ વોટર પર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

વેકસીનેશન માટે રિસર્ચ ઉપયોગી રહેશે

IIT ગાંધીનગર દ્વારા જે રીતે વિસ્તાર પ્રમાણે રિસર્ચ કરવામાં આવ્યું છે તે રિસર્ચ પરથી એવું પણ સામે આવે છે કે, કયા વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ અથવા તો કોરોના વાયરસ વધી શકે તેમ છે. જ્યારે કોરોના વાયરસની અસર સાત દિવસ બાદ થાય છે. પરંતુ વેસ્ટેજ હોટલમાં તેઓ જીનના મારફતે પહેલાથી જ જાણી શકાય છે કે કયા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધુ થઈ શકે છે. તેને ધ્યાનમાં લઈને પણ વધુમાં વધુ વેક્સિનેશન જે તે વિસ્તારમાં પૂરૂ પાડવામાં આવે. આમ આ રિસર્ચ વેકસીનેશનની કામગીરી માટે પણ મહત્વનું સાબિત થશે.

Last Updated : Jan 5, 2021, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details