ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જેમાં સરકારી કર્મચારીઓને થશે મોટો ફાયદો - inflation allowance

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં (Relief to Government Employees) આવી છે, જેમાં મોંધવારીને ધ્યાનમાં લઈને રાજ્યના સરકારી કર્મચારીઓના પગારમાં ત્રણ ટકા મોંઘવારી ભથ્થા આપવાની મહત્વની જાહેરાત (Government announces inflation allowance) રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

સરકારી કર્મચારીઓ માટે રાહત : સરકારે 3 ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું
સરકારી કર્મચારીઓ માટે રાહત : સરકારે 3 ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું

By

Published : May 1, 2022, 1:22 PM IST

ગાંધીનગર:આજે 1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી (Relief to Government Employees) રહી છે, જે રીતે મોંઘવારીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓના પગારમાં ત્રણ ટકા મોંઘવારી ભથ્થા આપવાની મહત્વની (Government announces inflation allowance) જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:Gujarat Gaurav Divas 2022 : ધન્ય ધન્ય આ ધરાગુર્જરી, વાગોળો ગુજરાત સ્થાપના દિવસે વિશેષ સંસ્મરણો ઈટીવી ભારતની સંગાથે

ક્યારથી લાગુ પડશે: રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા 01 જુલાઈ 2021થી 3 ટકાનો વધારો આપવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આમ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ કર્મચારીઓને લાભ મળશે. જ્યારે 1 જુલાઈ 2021થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે જેમાં પ્રથમ હપ્તો મેં 2022 અને બીજો હપ્તો જૂન 2022ના પગાર સાથે અપાશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1217.44 કરોડનું નાણાકીય ભારણ વધશે.

આ પણ વાંચો:ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી આ એક સિક્કાના બે પ્યાલુ છે : હર્ષ સંઘવી.

ABOUT THE AUTHOR

...view details