ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા જમીન રી-સર્વેની કામગીરી(Land re-survey operation) હાથ ધરવામાં આવી છે, જેમાં પાંચ લાખથી વધુ વાંધા જનક અરજી આવવાના કારણે સમય મર્યાદામાં રાજ્ય સરકાર દ્વારા વધારો(Extension of land re-survey period in state) કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ પ્રધાન ત્રિવેદીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં જમીન રી-સર્વેની કામગીરીમાં એક વર્ષની મુદ્દતમાં વધારો(One year extension in re-survey period) કરવામાં આવ્યો છે, જે વર્ષ 2022ના અંત સુધીમાં ગુજરાત રાજ્યની તમામ પ્રકારની જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવશે.
10 જિલ્લામાં રી સર્વે કામગીરી બાકી
રાજેન્દ્ર ત્રિવેદી વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જિલ્લાઓમાં જમીન રીસર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ પૂર્ણ થયા બાદ એક મહિના માટે તમામ જિલ્લાઓમાં જો કોઈ પણ ખેડૂતોને અથવા જમીન ખાતેદાર ને વાંધો હોય તો એક મહિનાની અંદર સીધી અરજી કરી શકે છે. જે બાબતે 10 જિલ્લામાં અનેક અરજીઓ સામે આવી છે તેમાં આ તમામ જગ્યા ઉપર રી-સર્વે બાદ પાંચ લાખથી વધુ અરજીઓ સામે આવી છે, જેને ધ્યાનમાં લઇને આ તમામ જગ્યાઓ ઉપર સઘળી કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાંથી અત્યારે હાલમાં એક લાખ જેટલી અરજીઓની જ કામગીરી બાકી છે.
ક્યાં કેટલી અરજીઓ બાકી
જિલ્લાનું નામ | અરજીઓ બાકી |
બનાસકાંઠા | 20,187 |
મહેસાણા | 19,984 |
દ્વારકા | 14,947 |
જામનગર | 13,283 |
સુરેન્દ્રનગર | 7173 |
સાબરકાંઠા | 6133 |
અરવલ્લી | 5662 |
વલસાડ | 5259 |
નવસારી | 4514 |
જૂનાગઢ | 4024 |
90 ટકા કામગીરી પૂર્ણ