ગુજરાત

gujarat

ETV Bharat / city

રવિશંકર પ્રસાદ 11 સપ્ટેમ્બરે અમદાવાદમાં મોદી સરકારની 100 દિવસની સિદ્ધિઓ વર્ણવશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત રચાયેલી NDA સરકારે પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે, ત્યારે ભારતભરમાં કેન્દ્રિય પ્રધાનો જુદા જુદા રાજ્યોમાં પત્રકાર પરિષદ યોજીને પ્રથમ 100 દિવસનું સરવૈયું જનતા સામે મૂકી રહ્યા છે. જેના ઉપલક્ષ્યમાં કેન્દ્રિય કાયદો અને ન્યાય, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના અને પ્રોદ્યોગિકીપ્રધાન રવિશંકર પ્રસાદ 11 સપ્ટેબરના રોજ અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધન કરશે. તેઓ મોદી સરકાર 2.0 ની ઉપલબ્ધિઓ દર્શાવતી પુસ્તિકા ‘જન કનેક્ટ’ની ગુજરાતી આવૃતિનું વિમોચન કરશે.

Ravi Shankar Prasad

By

Published : Sep 11, 2019, 4:43 AM IST

આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા પત્રકાર પરિષદના સ્થળ પર જ કેન્દ્ર સરકારના 100 દિવસમાં થયેલા કાર્યો અને પહેલું દર્શાવતું પ્રદર્શન પણ આયોજીત કરાશે. પત્રકાર પરિષદ બાદ રવિશંકર પ્રસાદ દિનેશ હોલમાં બુદ્ધિજીવીઓ સાથે વાર્તાલાપ કરશે. સાંજે તેઓ અમદાવાદ સરકીટ હાઉસ ખાતે BSNL, NIC, STPL, BBNL અને CSCના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.

ABOUT THE AUTHOR

...view details