- રથયાત્રા મુદ્દે સીએમ વિજય રૂપાણીનું નિવેદન
- સમયસર કરવામાં આવશે નિર્ણય
- રાજયમાં કોરોનાના કેસ ઓછા થયાં છે, કોરોના હજુ છે જ
- કોરોના યથાવત, ફક્ત કેસ જ ઓછા થયા છે
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ફક્ત કોરોના પોઝિટિવ કેસ ઓછા થયાં છે જ્યારે કોરોના હજુ પણ યથાવત છે, ત્યારે હવે ગુજરાતની જનતાએ જવાબદારી સ્વીકારીને ક્યાંય પણ ભીડ ભેગી કરવી નહીં ફરજિયાત માસ્ક પહેરવું અને સામાજિક અંતર રાખવાની અપીલ પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી જ્યારે રથયાત્રા મુદ્દે સમય અનુસાર પગલાં લેવાની જાહેરાત પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે.
જગન્નાથજી મંદિર તરફથી રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી જગન્નાથ મંદિરે તૈયારી શરૂ કરી12 જુલાઈના રોજ અષાઢી બીજ છે. ત્યારે અમદાવાદની રથયાત્રાની તૈયારીઓ જગન્નાથ મંદિર દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે આ વર્ષે રથયાત્રા નિકળશે કે નહીં તે બાબતે હજુ પણ મંદિર દ્વારા પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાને સમય અનુસાર પગલાં લેવાનું જાહેર નિવેદન કરતાં ફરીથી રથયાત્રા બાબતે અસમંજસની પરિસ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચોઃરાજ્યમાં 26 IAS અધિકારીઓની બદલી અને બઢતી
ગત વર્ષે રથયાત્રાનો મુદ્દો હતો હાઇકોર્ટમાં
ગત વર્ષની વાત કરવામાં આવે તો 143મી રથયાત્રા કાઢવા બાબતે સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો પરંતુ અંતિમ સમયે હાઇકોર્ટ દ્વારા રથયાત્રા ફક્ત મંદિરના પરિસરમાં કરવાની હુકમ આપ્યો હતો અને હાઇકોર્ટ દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે જો રથયાત્રા નગરચર્યાએ નીકળશે તો વધુ સંક્રમણ ફેલાવવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. ત્યારે આ વર્ષે 144મી રથયાત્રા નગરચર્યાએ નીકળશે કે નહીં? તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ કોરોના ઓછો થતા ગાંધીનગરમાં વેક્સિન લેવા માટે 18થી 45 વયની ઉંમરનાનો રસ ઘટ્યો