વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં તમામ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયાં - વિધાનસભા
ચોમાસુ વિધાનસભા સભ્ય વિધાનસભામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં વિધાનસભાનું સત્ર મળશે. તે પહેલાં જ વિધાનસભાના તમામ અધિકારી અને કર્મચારી સહિત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના પણ કોરોના વાયરસને લઈને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે જેમાં એક કર્મચારીને છોડીને તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ગાંધીનગર : કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં લઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પહેલેથી જ વિધાનસભા સંકુલ ખાતે પ્રવેશતા તમામ વ્યક્તિઓને થર્મોજેનિક ગનની સુવિધા કરવામાં આવી છે. પરંતુ હવે આગામી સમયમાં વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે 4 અને 5 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ સચીવ તથા તમામ અધિકારીઓ કર્મચારીઓ વિરોધ પક્ષના નેતાનું કાર્યાલય તથા દંડકના કાર્યાલયની સફાઈ, કામદાર સંકુલમાં આવેલી કેન્ટીનનો તમામ સ્ટાફ, સલામતી સ્ટાફ, હોમગાર્ડ સહિત સંકુલમાં હાજર કુલ 315 લોકોના કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ ટેસ્ટમાં તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.