ગાંધીનગરઃ શહેરના એક બીએસએફ કેમ્પ ખાતે 28 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મની ઘટના બની છે. કેમ્પસમાં રહેતાં બીએસએફ કોન્સ્ટેબલ એવા આરોપી સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.
કેમ્પસમાં જ દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ તો ચિલોડા પોલીસે આરોપીની ધરપકડ સહિતની પ્રક્રિયા હાથધરી છે. ઘટનાની વિગતો પ્રમાણે એક બીએસએફ કેમ્પમાં રહેતી 28 વર્ષીય પરિણીતા બપોરે 12 વાગ્યાના સુમારે ઘરે એકલી હતી. આ સમયે કેમ્પસમાં જ રહેતો બીએસએફ જવાન એવો રાકેશ ચેતરામ પરિણીતાના ઘરે આવી ચઢ્યો હતો. આરોપીએ ધોળાદિવસે પરિણીતાની એકલતાનો ફાયદો ઉઠાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.