ગુજરાત વિધાનસભાનું આ અંતિમ સત્રના અંતિમ ચરણમાં ઐતિહાસિક ઘટના આકાર લેવા જઇ રહી છે. સૌપ્રથમવાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind Gujarat Visit ) દ્વારા વિધાનસભામાં સંબોધન (President Kovind's address in the Gujarat Assembly ) 24 માર્ચે યોજાયું છે. જેને લઇને વિધાનસભા સ્પીકરે (Gujarat Assembly Speaker ) મહત્ત્વની જાહેરાત કરી હતી.
ગાંધીનગર : દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ગુજરાતના પ્રવાસે (Ramnath Kovind Gujarat Visit ) આવી રહ્યા છે. અત્યારે વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સેશન પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિનંતી બાદ આ ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ( President Of India Ramnath Kovind ) વિધાનસભા ગૃહમાં એક કલાક જેટલું સંબોધન આપશે. ત્યારે આજે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યે (Gujarat Assembly Speaker ) ગૃહમાં સત્તાવાર આ સંદર્ભે મહત્ત્વની જાહેરાત કરી હતી. 24 માર્ચ ગુરવારે સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ પ્રથમ વખત કોઈ રાજ્યની વિધાનસભામાં પ્રવચન કરશે.
વિધાનસભા ગૃહમાં આપવામાં આવી સૂચના- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદના (Ramnath Kovind Gujarat Visit ) ગુજરાત વિધાનસભામાં પ્રવચન બાબતે અધ્યક્ષ નીમાબેન આચાર્યે (Gujarat Assembly Speaker ) વિધાનસભા ગૃહની અંદર ધારાસભ્યોએ અમુક નિયમોનું પાલન કરવાની જાહેરમાં સૂચના આપી છે. જે અંતર્ગત ધારાસભ્યો સવારે 10:30 કલાકે પોતાના સ્થાન પર હાજર થઈ જશે. કોઈપણ ધારાસભ્ય રાષ્ટ્રપતિના પ્રવચન દરમિયાન પોતાની જગ્યા છોડશે નહીં. રાષ્ટ્રપતિનું સંબોધન પૂર્ણ થયા બાદ પોતાની જગ્યા ધારાસભ્ય છોડી શકશે.
24 માર્ચ ગુરવારે સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ પ્રથમ વખત કોઈ રાજ્યની વિધાનસભામાં પ્રવચન કરશે
રાષ્ટ્રપતિ વિધાનસભામાં- રાષ્ટ્રપતિ (Ramnath Kovind Gujarat Visit ) સવારે 10.50 કલાકે વિધાનસભા ગૃહમાં VVIP ગેટથી પ્રવેશ કરશે.વિધાનસભા ગૃહમાં પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન કરવામાં આવશે. રાષ્ટ્રપતિના પ્રવચન બાદ ફરી પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત ધૂન બાદ વિદાય આપવામાં આવશે. ત્યારબાદ 1 કલાકે વિધાનસભા ગૃહ મળશે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કામગીરી બાબત- સૂત્રોથી મળતી વાત પ્રમાણે ગુજરાત વિધાનસભાના ગૃહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ વિધાનસભા ગૃહમાં એક કલાક જેટલું સંબોધન (Ramnath Kovind Gujarat Visit ) કરશે. વિધાનસભાની કામગીરી, લોકસભાની કામગીરી તથા રાજ્યસભાની કામગીરી અને સંસદીય પ્રણાલી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. જ્યારે કોરોનાના વિપરીત સમયમાં વિધાનસભા લોકસભા અને રાજ્યસભાની કામગીરીમાં થયેલી અસર બાબતે પણ રાષ્ટ્રપતિ સંબોધન કરશે.
પ્રથમ વખત થઈ રહી છે ઘટના - રાષ્ટ્રપતિ હંમેશા લોકસભા અને રાજ્યસભામાં જ સંબોધન કરતા હોય છે. પરંતુ પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્વારા(Ramnath Kovind Gujarat Visit ) પહેલીવાર સંબોધન રાખવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો વિધાનસભાની બીજી બેઠકની રીસેશ દરમિયાન કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી છે જ્યારે આ બાબતે સત્તાવાર વિધાનસભા ગૃહમાં જ જાહેરાત કરવામાં આવશે.