ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યસભા ચૂંટણીઃ ફોર્મ ભરવા કમલમથી ધામધૂમ સાથે નીકળ્યાં ભાજપ ઉમેદવારો - Gandhinagar

રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતના રાજકીય પક્ષો દ્વારા આજે ફોર્મ ભરવાનો ધમધમાટ છે. ત્યારે ભાજપના ત્રણ ઉમેદવારે મુખ્યાલય કમલમ ખાતેથી પોતાના ફોર્મ ભરવા જવા વિજય મુહૂર્તમાં પ્રસ્થાન કર્યું હતું.

રાજ્યસભા ચૂંટણીના ફોર્મ ભરવા કમલમથી ધામધૂમથી નીકળ્યાં ભાજપ ઉમેદવારો
રાજ્યસભા ચૂંટણીના ફોર્મ ભરવા કમલમથી ધામધૂમથી નીકળ્યાં ભાજપ ઉમેદવારો

By

Published : Mar 13, 2020, 12:50 PM IST

Updated : Mar 13, 2020, 1:47 PM IST

ગાંધીનગરઃ :ભારતીય જનતા પક્ષે પોતાના ઉમેદવારોના રાજ્યસભા ચૂંટણી ફોર્મ ભરવાનું કાર્ય સંપન્ન કરવા કાર્યવાહી શરુ કરી હતી. ભાજપ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીઓ માટે ત્રણ નામોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રમીલાબહેન બારા, અભય ભારદ્વાજ અને નરહરિ અમીનની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય સભ્યોએ ગાંધીનગરના કમલમ ખાતેથી પોતાનું ફોર્મ ભરવા વિજય મુહૂર્તમાં પ્રસ્થાન કર્યું...

રાજ્યસભા ચૂંટણીઃ ફોર્મ ભરવા કમલમથી ધામધૂમ સાથે નીકળ્યાં ભાજપ ઉમેદવારો
રાજ્યસભાની સીટ માટે નરહરિ અમીનના ત્રીજા નામની ઘોષણા બાદ કમલમ ખાતેથી વિજય મુહૂર્તમાં આ ત્રણેય ઉમેદવારોનું ફોર્મ ભરવા માટે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે અહીં કમલમમાં મોટાપાયે કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓને વાજતેગાજતે અને ફૂલો દ્વારા સૌપ્રથમ તો ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ અહીંથી ફોર્મ ભરવા જવા રવાનાં થયાં હતાં.પક્ષ કાર્યાલયં કમલમ ખાતે ત્રણેય ઉમેદવારોએ પોતાના જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Last Updated : Mar 13, 2020, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details