- રશિયન સ્ટાટર્ન્ડડ મુજબના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી પ્રાયોગિક ધોરણે ટ્રાયલ રન થશે
- આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાત(Make In Gujarat)ની નેમ સાકાર કરતું પોર્ટેબલઓક્સિજન કોન્સ્ટ્રન્ટ્રેટરરાજકોટના યુવાઓએ નિર્માણ કર્યું
- કોરોના મહામારીના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન ઉપયોગી બનશે
ગાંધીનગર: કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં વધુ સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રન્ટ્રેટર(Oxygen concentrator) બનાવીને કરી છે. આ મશીનનું ફેરબી ટેકનોલોજીથી રશિયન સ્ટાટર્ન્ડડ મુજબના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી પ્રાયોગિક ધોરણે ટ્રાયલ રન થશે.
આ પણ વાંચોઃ અમેરિકાની સંસ્થાઓએ લંબાવ્યો મદદનો હાથ, 250 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા
ગાંધીનગરમાં CM સમક્ષ નિદર્શન કરાયું
રાજકોટના યુવાનોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ફેરબી ટેકનોલોજી પ્રાયવેટ લિમીટેડના યુવા ઇજનેરોએ આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રનટ્રેટરનું ગાંધીનગરમાં નિદર્શન કર્યુ હતું. જેમાં આ યુવાઓને તેમના આ ઇનિશ્યેટીવ માટે અભિનંદન અને પ્રોત્સાહન આપતાં મુખ્યપ્રધાને કહ્યું કે, રાજકોટની આ પહેલ આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાત(Make In Gujarat)ને સાકાર કરશે.