ગાંધીનગર : રાજકોટના સખીયા બંધુ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ(Rajkot CP Extortion Money Case) ઉપર 75 લાખની કટકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે ભાજપના ધારાસભ્યો ગોવિંદ પટેલે પણ મુખ્યપ્રધાન સહિત રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પણ પત્ર લખીને ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યો હતો ત્યારે રાજ્યના ગૃહવિભાગે સત્તાવાર રીતે તપાસ હાથ ધરી છે. જેમાં મુખ્ય તપાસ અધિકારી એવા DGP વિકાસ સહાય(DGP Development Assistance Corona Positive) કોરોના પોઝિટિવ આવ્યા છે.
3 દિવસમાં તપાસ કરવાની હતી પૂર્ણ
રાજકોટ પોલીસ કમિશનર નાટક કટકી કાંડ બાબતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. કમિટીની રચના પણ કરવામાં આવી હતી અને લેખિતમાં ત્રણ દિવસમાં રાજ્ય સરકારમાં કમિટીએ રિપોર્ટ તૈયાર કરીને સોંપવાનો હતો પરંતુ આજે ચાર દિવસ થઈ ગયા છે જેમાં ત્રીજા દિવસના અંતે મુખ્ય તપાસ અધિકારી એવા DGP વિકાસ સહાયને કોરોનાના (DGP corona positive)સામાન્ય લક્ષણો જણાતા તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે અને અત્યારે ઘરે જ સારવાર લઈ રહ્યા હોવાનું સૂત્રો તરફ થી ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચોઃRajkot MLA Letter Bomb : તપાસ કમિટી દ્વારા આજે રાજકોટમાં ત્રણના નિવેદન લેવામાં આવ્યાં