- ભુપેન્દ્ર પટેલ સરકારના પ્રવક્તાઓની નિમણૂક કરવામાં આવી
- કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની નિમણૂક
- રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
ગાંધીનગર :રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ( CM Bhupendra Patel )ની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના પ્રવક્તાઓ ( Spokesperson of Gujarat Government )ની નિમણૂક કરવામાં આવી છે, રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી( Education Minister Jitu Vaghani ) અને મહેસૂલ તથા કાયદા વિભાગના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી( Law Minister Rajendra Trivedi )ની કેબિનેટ બેઠકમાં સત્તાવાર રીતે પ્રવક્તા તરીકેની જાહેરાત કરવામાં આવી છે, આથી સરકારના આગામી સમયના તમામ પ્રશ્નોના જવાબ તથા વિપક્ષના આક્ષેપોનો પ્રતિસાદ માટે કેબિનેટ કક્ષાના પ્રધાન અને રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદી નિયુક્તિ કરવામાં આવી છે.
અન્ય પ્રધાનોને આપવામાં આવી સૂચના
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં બે પ્રવક્તાની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનોને પોતાના વિભાગ સિવાય અન્ય કોઇ પણ બાબતે મીડિયા સાથે વાતચીત નહીં કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત પ્રધાનોએ અન્ય માહિતી અથવા તો નિવેદન આપતા રાજ્ય સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે, ત્યારે આવી ઘટના ફરીથી ન બને તે માટે તમામ પ્રધાનોને માહિતી આપવામાં આવી છે.
વિપક્ષના તમામ જવાબો હવે પ્રવક્તા આપશે