ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભાના અધ્યક્ષ રહી ચુકેલા રાજેન્દ્ર ત્રિવેદીને બનાવવામાં આવ્યા કેબિનેટ પ્રધાન - Assembly

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદીએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધી છે. હામાં તેઓને કોઈ વિભાગ સોંપવામાં નથી આવ્યો પણ તેમને સાંજ સુધી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે.

વિધાનસભાના અધ્યક્ષ રહી ચુકેલા રાજેન્દ્ર પ્રસાદને બનાવવામાં આવ્યા કેબિનેટ પ્રધાન
વિધાનસભાના અધ્યક્ષ રહી ચુકેલા રાજેન્દ્ર પ્રસાદને બનાવવામાં આવ્યા કેબિનેટ પ્રધાન

By

Published : Sep 16, 2021, 2:05 PM IST

Updated : Sep 16, 2021, 6:55 PM IST

ગાંધીનગર : ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળના પ્રધાનો આજે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદી ને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો હાલમાં તેમને ક્યો વિભાગ સોંપવામાં આવશે તે અંગે કોઈ જાણકારી નથી મળી પણ તેમને સાંજ સુધી કોઈ મહત્વનો વિભાગ આપવામાં આવશે તે નક્કી છે.

રાજકીય સફર

વડોદરામાં જન્મેલા અને વકિલાતનો અભ્યાસ કરી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદી તેરમી ગુજરાત વિધાનસભા, 2021-17માં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ 2018થી વિધાનસભાના અધ્યક્ષ છે. તેમને 2016-17માં રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), યાત્રાધામ વિકાસની જવાબદારી સોંપવામાં આવી હતી.

સામાજીક પ્રવૃતિઓમાં ભાગદારી

રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં 1995 થી 2000 અને 2006 થી 2010 નિસિપલ કાઉન્સિલર, વડોદરા મહાનગરપાલિકા રહ્યા હતા. 2001 થી 2005 સુધી તેઓ પ્રાથમિક શિક્ષણ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2002માં તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઈસ ચેરમેન રહી ચૂક્યા છે. 2007મા તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન રહી ચૂક્યા છે. 2003 થી 2006માં તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સિન્ડિકેટ મેમ્બર રહી ચુક્યા છે MSUમાં 3 ટર્મ માટે તેઓ સેનેટ મેમ્બર રહી ચૂક્યા છે.

Last Updated : Sep 16, 2021, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details