- રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી
- રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ વરસાદની સંભાવના
- નહિવત વરસાદથી ખેડૂતો બન્યા લાચાર
ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં ચોમાસું( Monsoon ) જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાઈ ગયો છે. વરસાદના ખેંચાણને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ ( Gujarat Weather Report )દ્વારા એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતો રહેશે. 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ થઈ શકે છે, જોકે હાલમાં ભારે વરસાદ થવાની કોઈ સંભાવના દેખાય રહી નથી.
રાજ્યમાં હજૂ 46 ટકા વરસાદની ઘટ
હવામાન વિભાગની માહીતી પ્રમાણે, રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદ શરૂ થશે. આ બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ આગળ વધી શકે છે. વિભાગે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં સામાન્ય રીતે હજુ પણ 46 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.