ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Rain Update: 240 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, 200 તાલુકાઓમાં અડધાથી 8 ઈંચ સુધીનો વરસાદ - Gujarat Rain Update

ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં 200 તાલુકાઓમાં અડધાથી 8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 8 ઈંચ વરસાદ, જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકામાં 4થી 8 ઈંચ, 60 તાલુકામાં 2થી 4 ઈંચ, 75 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Update
Gujarat Rain Update

By

Published : Jul 26, 2021, 3:16 PM IST

Updated : Jul 26, 2021, 4:28 PM IST

  • રાજકોટના લોધિકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ
  • છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડામાં 6 ઈંચથી વધુ વરસાદ
  • છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં 4થી 8 ઈંચ

ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(State Emergency Operations Center) દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે 26 જુલાઇના સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લાં 24 કલાક દરમિયાન રાજકોટના લોધિકા તાલુકામાં 198 મી.મી., છોટાઉદેપુર તાલુકામાં 190 મી.મી., કવાંટ તાલુકામાં 182 મી.મી., બેચરાજી તાલુકામાં 160 મી.મી., કાલાવાડ અને તિલકવાડા તાલુકામાં 147 મી.મી. એટલે કે 6 ઈંચથી 8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

Gujarat Rain Update

આ પણ વાંચો-Gujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણ ધરાશાયી

19 તાલુકામાં 4થી 6 ઈંચ વરસાદ

ગુજરાત(Gujarat)ના બોટાદ, કપરાડા, માણાવદર, કુતિયાણા, શંખેશ્વર, ગઢડા, જોટાણ, વિજાપુર, વંથલી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, કરજણ, મહેસાણા, પ્રાતિજ, રાજકોટ, સૂત્રાપાડા, ડભોઈ અને ફતેપુરા સહિત 19 તાલુકામાં 4થી 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે 60 તાલુકાઓ એવા છે, જ્યાં 2થી 4 ઈંચ અને 75 તાલુકામાં એકથી 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ 80 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો એટલે કે 24 મી.મી.થી એક મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.

ચાલુ મોસમનો 32.58 ટકા વરસાદ

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 32.58 ટકા એટલે કે 273.65 મી.મી. વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 35.19 ટકા, જયારે કચ્છ ઝોનમાં 30.25 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 31.89 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 30.08 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 28.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદ

બપોરના 12 વાગ્યા સુધી 153 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(State Emergency Operations Center) દ્વારા મળતી વિગત મુજબ આજે 26 જુલાઇના બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણ તાલુકામાં 78 મી.મી. એટલે કે ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો- Heavy Rain at Ahmedabad: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા લોકોમાં ખુશી

21 તાલુકાઓમાં એકથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

ખેરગામ, ધરમપુર, વાંસદ, વાપી, વઘઈ, ડાંગ-આહવા, માળિયા, પારડી, ચીખલી, વિસાવદર, મોરબી, વલસાડ, કોડીનાર, ધાનપુર, સુબિર, ઉના, ગરબાડા, કપરાડા, માલપુર, ગણદેવી અને જાફરાબાદ મળી 21 તાલુકાઓમાં એકથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે 130 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો એટલે કે 24 મી.મી.થી 1 મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો-Gujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણ ધરાશાયી

આ પણ વાંચો-Gujarat Rain Update: રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, ખેડૂતો રાજી

આ પણ વાંચો-Surat Rain Update : માંડવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

આ પણ વાંચો-Gujarat rain update: જૂનાગઢમાં ધોધમાર વરસાદ, માણાવદર તાલુકાના પાંજોદમાં પડ્યો આઠ ઈંચ વરસાદ

આ પણ વાંચો-મહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી, ચિપલૂણ અને અકોલામાં લેવાઈ NDRFની મદદ

Last Updated : Jul 26, 2021, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details