ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ યથાવત, 93 જળાશયો સંપૂર્ણ ભરાયાં - ચોમાસુ 2020

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ હજુ પણ છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આમ રાજ્યમાં કુલ સરેરાશ 107. 92 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં સારા વરસાદના કારણે 93 જળાશયો 100 ટકાથી વધુ ભરાયાં છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 221.80 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ યથાવત 93 જળાશયો 100 ટકા ભરાયાં
રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ યથાવત 93 જળાશયો 100 ટકા ભરાયાં

By

Published : Aug 27, 2020, 3:57 PM IST

ગાંધીનગર : રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી પ્રમાણે 27 ઓગસ્ટ સવારે છ કલાકની સ્થિતિએ છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 29 જિલ્લાના 111 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યના ચાર તાલુકાઓમાં એક ઈચથી બે ઈચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાણાવાવ સાણંદમાં અડધા ઈંચથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ યથાવત 93 જળાશયો 100 ટકા ભરાયાં
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 107.97ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 221.80, ઉત્તર ગુજરાતમાં 95.60 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 142.02 ટકા દક્ષિણ ઝોનમાં 92.77 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 80.79 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ યથાવત 93 જળાશયો 100 ટકા ભરાયાં
ડેમની પરિસ્થિતિ વિશે જોઇએ તો રાજ્યમાં કુલ 206 જળાશયો ભરાયાં છે. 93 જળાશયો 100 ટકાથી વધુ ભરાયાં છે. રાજ્યના મહત્ત્વપૂર્ણ ડેમ સરદાર સરોવર ડેમ સહિત 72 જળાશયો 70થી 100 ટકા ભરાયાં છે. તો 16 જળાશયોમાં 50થી 70 ટકા જેટલો જથ્થો સંગ્રહિત થયો છે. 14 જળાશયો 25થી 50 ટકા અને 10 જળાશયો હજુ પણ 25 ટકાથી ઓછા ભરાયાં છે.હવે સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ નહીં પડે પરંતુ છૂટોછવાયો વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details