ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિરની પાછળના ભાગે આવેલા રેલવે સ્ટેશન ઉપર દેશની પ્રથમ હોટલ બની રહી છે. હોટલનું ઓપનિંગ ગત જાન્યુઆરી 2019માં કરવામાં આવનાર હતું, પરંતુ, હજુ સુધી તે શક્ય બન્યું નથી. જાન્યુઆરી પહેલા રેલવેપ્રધાન પિયુષ ગોયલ રેલવે સ્ટેશન ઉપર બની રહેલી હોટલની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. તેમણે પણ જાન્યુઆરી મહિનામાં હોટલને પ્રથમ માળ સુધીનું ઓપનિંગ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ, હજુ સુધી હોટેલનો શુભારંભ કરી શક્યા નથી.
કેન્દ્રીંય રેલવે પ્રધાન અને મુખ્યપ્રધાને લીધી રેલવે સ્ટેશન ઉપર બની રહેલ હોટલની મુલાકાત - પાટનગર
ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં રેલવે સ્ટેશન ઉપર હોટેલ બનાવવામાં આવી રહી છે. આ દેશની પ્રથમ એવી હોટલ હશે જે રેલવે સ્ટેશન ઉપર બની રહી છે. ત્યારે કેન્દ્રના રેલવે પ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન હોટેલની બિલ્ડીંગની કામગીરી જોવા માટે આજે મંગળવારે પહોંચ્યા હતા. બંને નેતાઓએ રેલ્વે સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી હતી. હાલ પૂરતી આઠ મહિનામાં હોટલ શરૂ થશે તેવુ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું પરંતુ, ખરેખર ક્યારે પૂરી થશે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગત 23 જુલાઈ રવિવારે હોટલની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આકસ્મિક રીતે પહોંચી ગયા હતા. તેમણે અધિકારીઓ સાથે હોટેલની કામગીરીમાં વિલંબ બાબતની માહિતી મેળવી હતી. મંદગતિએ ચાલતી કામગીરીને લઈને મુખ્યપ્રધાને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થળ ઉપર જ અધિકારીઓને જણાવ્યું હતું કે, શા માટે આટલું બધું કામ ધીમું ચાલી રહ્યું છે. ત્યારબાદ મુખ્યપ્રધાન હોટલની તમામ માળ ઉપર રૂબરૂ જઈને જાણકારી મેળવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આગામી વાઇબ્રન્ટ સમિટ પહેલા હોટેલ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, તેઓ CMને વિશ્વાસ આપ્યો હતો.
મુખ્યપ્રધાને એક મહિનાની અંદર કેન્દ્રીંય રેલવે પ્રધાન પીયૂષ ગોયલ સાથે બીજી વખત મુલાકાત કરી હતી. 70 મીટરની ઊંચાઇ ધરાવતી હોટલ લીલાની કામગીરી હજુ પણ પૂર્ણ થઈ શકી નથી. પિયુષ ગોયલ પણ એક વર્ષમાં બીજી વખત મુલાકાતે આવ્યા છે. તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા પણ કરી હતી. વાઇબ્રન્ટ પહેલા હોટલ શરૂ થઇ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ, હકીકતમાં હોટલ ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે. આજે મંગળવારે સાંજના સમયે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંધ સાથે અધિકારીઓ હોટલની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા.