ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022 ) હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી છે. ત્યારે ગુજરાતના રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ અંદરખાને શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જ્યારે આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં કોંગ્રેસ નેતા (Rahul Gandhi will visit Gujarat) ગુજરાત પ્રવાસે આવશે અને દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને જયઘોષ કરશે.
દ્વારકા દર્શન કરીને શરૂ થશે ચિંતન શિબિર
કોંગ્રેસ પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી 22 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ગુજરાતના પ્રવાસે (Rahul Gandhi will visit Gujarat ) આવશે. જેમાં દ્વારકા ખાતે કોંગ્રેસની ચાર દિવસની ચિંતન શિબિર યોજાશે અને તમામ દિવસોમાં રાહુલ ગાંધી હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીને (Gujarat Assembly Elections 2022 ) હવે ગણતરીના મહિનાઓની વાર છે ત્યારે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ચૂંટણી શિબિર ખૂબ મહત્વની બની રહેશે અને આગામી દિવસમાં કોંગ્રેસનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવશે.