ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓની વાર છે. ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)યોજાશે ત્યારે હવે દર મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi visit to Gujarat ) પણ 10 તારીખે ગુજરાતના દાહોદ જિલ્લા ખાતે મહાસભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. 10મીએ સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જાહેર સભા યોજ્યા બાદ રાહુલ ગાંધી 2:00 વાગ્યે કોંગ્રેસના તમામ ધારાસભ્યો (Rahul Gandhi's meeting in Dahod ) સાથે હાઈ પાવર કમિટીની બેઠક યોજીને ગુજરાતના તમામ કોંગ્રેસ ધારાસભ્યોના ક્લાસ (Rahul Gandhi's meeting with Congress MLAs in Dahod ) લેશે.
તમામ ધારાસભ્યોને ટેલિફોનિક કરાઈ જાણ - રાહુલ ગાંધીના (Rahul Gandhi visit to Gujarat ) દાહોદ જાહેર સભાના કાર્યક્રમ બાદ બપોરે 2:00 કોંગ્રેસના તમામ ધારાસભ્યોની એક બેઠક રાખવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી હશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)કોંગ્રેસ કઈ રીતે કાર્ય કરશે તે બાબતની પ્રશિક્ષણ પણ કરવામાં આવશે. આ બાબતે તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ (Rahul Gandhi's meeting with Congress MLAs in Dahod )કરવામાં આવી છે અને 9 તારીખે મોડી રાત સુધીમાં દાહોદ પહોંચવાની સૂચના આપવામાં આવી છે. અને જો 9 તારીખ સુધીમાં તેઓ ન પહોંચે તો મોડામાં મોડા 10 તરીકે સવારે 11 વાગ્યા સુધીમાં દાહોદમાં ફરજિયાત આવવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને પત્ર લખીને કહી મહત્વની વાત