- ગુજરાતમાં રાજકીય નિવેદનો શરૂ
- વિધાનસભાની ચૂંટણી નજીક આવતા થઈ રહ્યા છે રાજકીય નિવેદનો
- ગુજરાતમાં પરપ્રાંતીયો અસુરક્ષિત : રઘુ શર્મા
- રઘુ શર્માની માનસિક સ્થિતિ બરાબર નહીં : પ્રદીપ પરમાર
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 15 મહિનાની જ સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હવે રાજકીય ગરમાવો સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. 31 ઓક્ટોબરના રોજ એકતા દિન નિમિત્તે ગુજરાત Congress ના પ્રભારી રઘુ શર્માએ ( Raghu Sharma ) નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં પરપ્રાંતીય લોકો સુરક્ષિત નથી ત્યારે આ સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેના જવાબમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય નાગરિકતા વિભાગના પ્રધાન પ્રદીપ પરમારે ( Minister for Social Justice Pradeep Parmar ) જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની માનસિક પરિસ્થિતિ ખરાબ છે.
શર્માની માનસિક પરિસ્થિતિ ખરાબ : સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મદદ કરીશ
રાજ્યના સામાજિક ન્યાય વિભાગના કેબિનેટપ્રધાન પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે હું પોતે અમદાવાદના અસારવા વિધાનસભાના ધારાસભ્ય છું. ત્યારે દેશની સૌથી મોટી હોસ્પિટલ મારા વિધાનસભા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં માનસિક રોગો વધુ આવે છે. હું તેમની સારવારમાં મદદ કરીશ. ગુજરાતમાં પરપ્રાંતીયો સુરક્ષિત નહીં હોવાનું રઘુ શર્માએ ( Raghu Sharma ) નિવેદન આપ્યું છે ત્યારે તેઓની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાનું સામાજિક ન્યાય અને અધિકારીતાપ્રધાન પ્રદીપ પરમારે ( Minister for Social Justice Pradeep Parmar ) જણાવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર