- વિધાનસભા ગૃહમાં સીંગતેલ અને કપાસિયાના તેલના ભાવવધારા મુદ્દે હોબાળો
- કોંગ્રેસે સરકાર પર અનેક પ્રહારો કર્યા
- નિકાસ વધુ એટલે ભાવ વધારાનો સરકારનો જવાબ
ગાંધીનગર: ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં દિવસને દિવસે સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ મુદ્દે આજે ગુરૂવારે વિધાનસભા ગૃહમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પક્ષે અનેક પ્રહારો સરકાર પર કર્યા હતા. ત્યારે આ બાબતે રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મગફળીની આવક ઓછી થઈ છે, પરંતુ બજારમાં ભાવ વધુ હોવાના કારણે ખેડૂતોએ ખાનગી વેપારીઓને મગફળી વધુ વેચાણ કરી છે, જેથી વેપારીઓએ વધુમાં વધુ નિકાસ કરી હોવાના કારણે ગુજરાતમાં ભાવ વધારો થયો છે.
ભાવને અંકુશ મેળવવા માટે સરકારે કેટલા પગલાં લીધા: ચંદ્રિકા બારીયા
કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ વિધાનસભા ગૃહમાં સરકારને સવાલ કર્યો હતો કે, જે રીતે તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ભાવ વધારા ઉપર અંકુશ મેળવવા કયા કયા પગલાં લીધા છે? આ ઉપરાંત તેમણે આદિવાસી વિસ્તારના લોકોને હોળી તહેવાર દરમિયાન એક મિત્ર તરીકે આપવા માટે સરકારને રજુઆત કરી હતી તે અને મગફળીનો બેટા પ્રશ્ન પણ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ઉપસ્થિત કર્યો હતો.
આ પણ વાચોઃ ગાંધીનગર - વિધાનસભા ગૃહના ત્રીજા દિવસે કૃષિ, રમતગમત સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી