- શ્રમિકોને વતનમાં મોકલવા માટે સરકારે પશ્ચિમ રેલવેને 6 કરોડથી વધું ફાળવ્યા
- રાજ્યના 33 જિલ્લામાં પશુચિકિત્સા અધિકારીઓની 315 જગ્યાઓ ખાલી
- રોજગારી આપવા માટે સરકારના માત્ર વાયદા, માત્ર ગણતરીના લોકોને આપી રોજગારી
ગાંધીનગર: રાજ્યમા લોકડાઉન સમયે શ્રમિકોને પોતાના વતનમાં પહોંચાડવા માટે રાજ્ય સરકારે ખાસ ટ્રે્નોની વ્યવસ્થા કરી હતી. જેને લઇને, અમદાવાદ જિલ્લામાંથી કુલ 158 ટ્રેનો મારફતે 2,69,073 શ્રમિકો અને ગાંધીનગર જિલ્લામાંથી 17 ટ્રેનો મારફતે 22,980 શ્રમિકોને પોતાના વતનમાં મોકવામાં આવ્યા હતા. જેના પાછળ રાજ્ય સરકારે પશ્ચિમ રેલવેને 6,86,87,390 રુપિયાની ચુકવણી કરી હતી.
આ જિલ્લામાંથી એટલા શ્રમિકોને વતનમાં મોકલવામાં આવ્યા
જિલ્લા | શ્રમિકોની સંખ્યા |
વલસાડ | 57,102 |
ખેડા | 13,448 |
બનાસકાંઠા | 16,824 |
વડોદરા | 56,567 |
આણંદ | 11,834 |
કચ્છ | 46,351 |
મોરબી | 40,945 |
જામનગર | 22,501 |
ભરૂચ | 48,569 |