- રાજ્યના પોલીસ ભરતી દળનો નિર્ણય
- માવઠાને કારણે પરીક્ષાઓ કરાઈ રદ
- અનેક જિલ્લા પરીક્ષાઓ મોકૂફ કરવાનો લેવાયો નિર્ણય
ઉમેદવારો માટે સામાજિક સંસ્થાઓ રહેવાની વ્યવસ્થા કરે
ગાંધીનગર: અશોક પટેલે પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અનેક જિલ્લામાંથી અનેક ઉમેદવારો શારીરિક પરીક્ષા (physical test for psi and lrd in gujarat) આપવા મોડી સાંજથી જ જે તે જિલ્લામાં આવી જશે ત્યારે તમામ જિલ્લામાં આવેલી સામાજિક સંસ્થાઓ દ્વારા મહિલા ઉમેદવારો પુરુષ ઉમેદવારોને પોતાની સંસ્થાઓમાં રહેવાની વ્યવસ્થા કરવા માટેની પણ અપીલ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે, ઉપરાંત તમામ ઉમેદવારોને કોલ લેટરમાં દર્શાવેલ સમય પ્રમાણે જ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
ચેડાં કરનારા વિરીદ્ધ થશે કાર્યવાહી
હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે ઉમેદવારોના કોલ-લેટર અથવા તો ફોર્મ ભરવા દરમિયાન કોઈપણ પ્રકારના ચેડા કર્યા હશે, તો તેવા ઉમેદવાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારએ સ્પષ્ટ રીતે ધ્યાન રાખવું જોઈએ કે, PSI અને LRD બંને પરીક્ષાની શારીરિક કસોટી એક જ છે જેમાં PSIમાં શારીરિક કસોટીના 50 ગુણ અને LRDની પરીક્ષામાં 25 ગુણ આપવાના છે, જ્યારે શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ PSI અને LRD બંને પરીક્ષા અલગ-અલગ વિભાગો દ્વારા પૂર્ણ કરવામાં આવશે. ફક્ત શારીરિક કસોટી જ એક રાખવામાં આવી છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ (meteorological department gujarat) દ્વારા 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી (unseasonal rain forecast gujarat) આપવામાં આવી છે. 1 ડિસેમ્બરથી બપોર બાદ ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફાર થયા હતા અને શિયાળાની ઋતુમાં પણ ચોમાસાનો અનુભવ થઇ રહ્યો છે, ત્યારે અનેક જિલ્લાઓમાં ભારે અને છૂટો છવાયો વરસાદજોવા મળી રહ્યો છે.