- પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં વધારો
- સરકારને મોંઘવારી કાબૂમાં લેવા રજૂઆત કરી હતી
- પેટ્રોલ, ડીઝલ, ગેસ બોટલમાં ભાવવધારાનો વિરોધ કરવા બેનરો લઇ ગરબા રમ્યાં
સુરત : મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતી જતી મોંઘવારીને લઈને (petrol, diesel, gas cylinders price hike ) સુરતમાં અનોખો વિરોધ (Protests in surat garba) સામે આવ્યો છે. હાલમાં નવરાત્રી છે ત્યારે રહીશોએ અનોખી રીતે ગરબા રમી વિરોધ નોંધાવ્યો હતો. સુરતના પૂણા ગામ ખાતે આવેલી સત્યનારાયણ સોસાયટીમાં બાળકો, મહિલાઓ અને પુરુષોએ પેટ્રોલ,ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતાં. બાળકોએ ગળામાં બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ બાળકો માથા પર ગરબીને બદલે તેલનો ડબ્બો, પેટ્રોલ-ડીઝલ અને પુરુષો તેમજ મહિલાઓ રાંધણ ગેસનો બાટલો લઈને ગરબે ઘૂમ્યા હતાં અને અનોખી રીતે વધતી જતી મોંધવારીનો વિરોધ કર્યો હતો.