ગાંધીનગર : રાજ્યમાં સરકારી પરીક્ષાઓ અને જે પરીક્ષાઓ લઈ લીધી હોય તેના પરિણામ હજી સુધી જાહેર થયાં નથી જ્યારે અનેક પરીક્ષાઓ મદદ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને આંદોલનકારીઓએ છેલ્લાં કેટલાય દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન કર્યું હતું. જેમાં આજે આંદોલનકારીઓના આગેવાનો રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક માટે સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે પહોંચ્યાં હતાં.
સરકારી પરીક્ષા બાબતે આંદોલનકારીઓની સરકાર સાથે બેઠક
રાજ્યના વિવિધ સરકારી મહેકમમાં દાયકાઓથી ભરતી કરવામાં આવતી નથી. સરકારી નોકરીની આશામાં એક પેઢી વયમર્યાદાની બહાર નીકળી ચૂકી છે અને હાલમાં પણ યુવાનોમાં સ્થાયી નોકરીને લઇને સરકારી પરીક્ષાઓ પાસ કરનારા ઉમેદવારોને નોકરીની ભારે આશા રહેતી હોય છે. આઉટસોર્સિંગના નામે જવાબદારીમાંથી હાથ ખંખેરી કોન્ટ્રાક્ટ રાજ લાવી દેનાર ભાજપ સરકાર સામે સરકારી નોકરીના મુદ્દા પર ભારે રોષની લાગણી લોકોમાં દબાયેલી છે. આ લાગણીને વાચા આપવા અવારનવાર આંદોલન થયાં છે ત્યારે હવે સરકાર પણ આ સંદર્ભે બેઠક કરી રહી છે.
સરકારી પરીક્ષા બાબતે આંદોલનકારીઓની સરકાર સાથે બેઠક શરૂ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આંદોલન વધુ ઉગ્ર બને તે માટે રાજ્ય સરકારે આગમચેતી રૂપે અત્યારે બેઠક કરી છે. જ્યારે બે દિવસ પહેલાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પરીક્ષાઓ બાબતે ખાસ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.