ગુજરાત

gujarat

ETV Bharat / city

Protest in Gandhinagar: વિરોધ કરતા 80થી વધુ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત, મહિલાઓ અને બાળકો પણ રડી પડ્યા - Demand of Vidya Sahayak

ગાંધીનગરમાં વિદ્યા સહાયક ઉમેદવારોએ હવે સરકાર સામે બાંયો ચડાવી (Vidya Sahayak Candidates protest at Gandhinagar) છે. જોકે, પોલીસે વિરોધ કરી રહેલા 80થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી. ઉમેદવારોએ સચિવાલયમાં ચક્કાજામ (Protest in Gandhinagar) કર્યો હતો.

Protest in Gandhinagar: વિરોધ કરતા 80થી વધુ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત, મહિલાઓ અને બાળકો રડી પડ્યા
Protest in Gandhinagar: વિરોધ કરતા 80થી વધુ વિદ્યા સહાયક ઉમેદવારોની અટકાયત, મહિલાઓ અને બાળકો રડી પડ્યા

By

Published : Apr 4, 2022, 2:10 PM IST

Updated : Apr 4, 2022, 3:46 PM IST

ગાંધીનગરઃ રાજ્ય સરકારે વિદ્યા સહાયકોની 3,300 ખાલી જગ્યાની જાહેરાત કરી છે, પરંતુ રાજ્યમાં 12,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું વિદ્યા સહાયક ઉમેદવારો દ્વારા માગ કરવામાં (Vidya Sahayak Candidates protest at Gandhinagar) આવી છે. તેને ધ્યાનમાં રાખી વિદ્યા સહાયક ઉમેદવારોએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે. આજે (સોમવારે) વિદ્યા સહાયકો આક્રમક મૂડમાં ગાંધીનગર પહોંચ્યા (Protest in Gandhinagar) હતા અને તેમણે સચિવાલયના ગેટ નંબર 1ની બહાર રોડ પર બેસીને ચક્કાજામ કર્યો (Chakka jam in Sachivalay ) હતો.

મહિલાઓ અને બાળકો રડ્યા

મહિલાઓ અને બાળકો રડ્યા -ગાંધીનગરમાં મહિલાઓ પોતાના બાળકો સાથે વિરોધ (Vidya Sahayak Candidates protest at Gandhinagar) કરવા પહોંચી હતી. ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા 80થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોકે, આ તમામ દ્રશ્યો જોઈને બાળકો ગભરાઈ ગયા હતા અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. સાથે જ મહિલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, આ સંવેદનશીલ સરકાર ક્યારે જાગશે અને ક્યારેય વધુ ભરતીઓ બહાર પાડશે. આ સિવાય ઉમેદવારોએ રાષ્ટ્રગીત ગાઈને સરકારનો વિરોધ કર્યો હતો.

વિદ્યા સહાયકો આવ્યા આક્રમક મૂડમાં

આ પણ વાંચો-Fertilizer Price Hike Gujarat: રાસાયણિક ખાતરોના ભાવ વધારો ખેડૂતો પર અત્યાચાર, કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી

શિક્ષકોનું શોષણ થતું હોવાનો આક્ષેપ -રાજ્ય સરકારે 3,300 ખાલી જગ્યા માટે જાહેરાત કરી છે, પરંતુ વિદ્યાસહાયકોની માગ (Demand of Vidya Sahayak) છે કે, રાજ્યમાં અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે રાજ્ય સરકારે વધુમાં વધુ જગ્યાઓ બહાર પાડવામાં આવે. સાથે જ જે રીતે રાજ્ય સરકાર પર પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરે છે. તે પ્રવાસી શિક્ષકોની નિમણૂક થવી જોઈએ. આ રીતે શિક્ષકોનું શોષણ થઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ વિદ્યા સહાયક ઉમેદવારોએ કર્યો હતો અને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે નવી જાહેરાત બહાર પાડે તેવી પણ માગ કરવામાં આવી હતી.

ગેટ નંબર 1 પર વિદ્યા સહાયક ઉમેદવારોનો વિરોધ

આ પણ વાંચો-Congress Protest for inflation: કોંગ્રેસે બાળેલા પૂતળા પર પોલીસ પૂતળું શોધવા કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી, કોંગ્રેસ નોંધાવશે પોલીસ સામે ફરિયાદ

વિદ્યા સહાયકો આવ્યા આક્રમક મૂડમાં- જોકે, આજે (સોમવારે) અચાનક જ વિદ્યા સહાયક ઉમેદવારોએ સચિવાલયમાં વિરોધ પ્રદર્શન (Vidya Sahayak Candidates protest at Gandhinagar) કર્યું હતું. ઉમેદવારોએ સચિવાલય ગેટ નંબર 1ની બહાર 'લડેંગે જીતેગે'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ તેમણે બળજબરીપૂર્વક સચિવાલયની અંદર જવાનો પ્રયાસ પણ (Chakka jam in Sachivalay) કર્યો હતો.

છેલ્લા કેટલાય દિવસથી વિરોધ -રાજ્યમાં વિદ્યા સહાયકોની જાહેર માગણીઓ અને વધારાની માગણીને (Demand of Vidya Sahayak) ધ્યાનમાં લઈને ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી વિદ્યા સહાયક ઉમેદવારો સતત આંદોલન અને વિરોધ (Vidya Sahayak Candidates protest at Gandhinagar ) કર્યો હતો.

Last Updated : Apr 4, 2022, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details