ગાંધીનગરઃ મહેસૂલપ્રધાને વધુમાં જણાવ્યું કે અગાઉની સરકાર વખતે પાક વીમા યોજનાનો લાભ પ્રીમિયમ ભરાઈ અને વીમા કંપનીઓના વારંવાર ધક્કા ખાવા પછી જ મળ્યો હતો જ્યારે આ મુખ્યપ્રધાન સહાય યોજનાનો લાભ વગર પ્રીમિયમએ કુદરતી આફતોમાં નુકસાન થયેલ તમામ ખેડુતોને લાભ મળવાનો છે. અગાઉની સરકારોમાં વીજળી રાત્રે આપવામાં આવતી હતી એટલે ખેડૂતોને ઉજાગરા કરવા પડતાં હતાં. જયારે હવે, આપણે વીજ ઉત્પાદનમાં સરપ્લસ છીએ અને દિવસે વીજળી આપવામાં આવે છે. એટલે કે, ભાજપાની સરકારે વીજળી- પાણી-બિયારણો- ખાતર- કૃષિ સાધનો અને ખેત પેદારોના પોષણક્ષમ ભાવોની સુરક્ષાની વ્યવસ્થા કરી છે. અને ખેડૂતોના મહત્તમ પ્રશ્નો હલ કરવાના અગત્યના નિર્ણયો કર્યા છે.
ખેડૂતોના ચહેરા ઉપર હાસ્ય દેખાશે તો જ દેશની સમૃદ્ધિ દેખાશે ભારત સરકારે પણ ખેડૂતોની ચિંતા કરીને લોનમાં ઝીરો ટકામાં ગુજરાતે પહેલ કરી છે. ખેડૂત આઇ પોર્ટલ દ્વારા ઓનલાઇન સેવાઓ આપીને ખેડૂતોના ધક્કા અને સમય બચાવ્યો છે. આમ ખેડૂતોના અનેક પ્રશ્નો હવે, ભૂતકાળ બની ગયાં છે. જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ માટે કડક કાયદાએ અમલી બનાવ્યાં છે. પ્રવર્તમાન કોરોનાની મહામારીમાં ખેડૂતોને કૃષિ ઉત્પાદન અને પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન પુરું પાડવા બદલ અભિનંદન પાઠવી ભારત સરકારની કોવિડ 19ની ગાઇડલાઇન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ, વારંવાર સેનિટાઇઝરથી હાથ ધોવા, ફરજિયાત માસ્ક પહેરવું અને જરૂરિયાત સિવાય બદલ ન નિકળવા અનુરોધ કર્યો હતો. ખેડૂતોના ચહેરા ઉપર હાસ્ય દેખાશે તો જ દેશની સમૃદ્ધિ દેખાશે મુખ્યપ્રધાન કિસાન સહાય યોજનાના 16 જેટલા લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. જેમાં મુબારકપુરાના પટેલ મહેન્દ્રભાઈ નારણભાઈને રૂપિયા 7.50 લાખ, શ્રી રૂપાલ સેવા સહકારી મંડળી લિમિટેડ ને રૂપિયા 7.50 લાખ, ધી ઇસનપુર સેવા સહકારી મંડળીને રૂપિયા 7.50 લાખ, નવા ધરમપુરના રાણા કરણસિંહ પોપટસિંહને સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીપ માટે રૂપિયા 24153, મુબારકપુરાના પટેલ અલકાબેનને લેસર લેન્ડ લેવલર માટે રૂપિયા 1,55,293 આપી હતી.કોલવડાના વાઘેલા દિલીપસિંહ વનરાજીને રોટાવેટર માટે રૂપિયા 33394, પેથાપુર ના વાઘેલા મહિપતસિંગ ભગતસિંહને રોટાવેટર માટે રૂપિયા 44800, અંબાપુરના પટેલ વિક્રમભાઈ વિઠ્ઠલભાઈને ટ્રેક્ટર માટે રૂ 45000, કલોલના નવા ગામના ગુર્જર સુરેશભાઈ અંબાલાલને ટ્રેક્ટર માટે રૂપિયા 45 હજાર, પલીયેડના પટેલ નટવર કાલિદાસને પાવર થ્રેસર માટે રૂપિયા 25000 માણસાના સમૌ ગામના ચૌધરી ગાંડાભાઇ ભીખાભાઇને રોટાવેટર માટે રૂપિયા 42 હજાર, જામળા ગામના પટેલ મુકેશભાઇ માધાભાઇને રોટાવેટર માટે રૂપિયા 35 હજાર, ખડાતના રાઠોડ રૂપસિંહ લાલસિંહને રિપર માટે રૂપિયા 58998, પંધુરાના પટેલ બળદેવભાઇ મથુરદાસને ટ્રેકટર માટે રૂપિયા 45 હજાર, બાપુપુરાના ચૌધરી ડાહ્યાભાઇ કેશાભાઇને ટ્રેકટર માટે રૂપિયા 45 હજાર અને ગાંધીનગર તાલુકાના સોનારડાના ગિરીશભાઇ અંબાલાલ પટેલને પાક મૂલ્યવર્ધન માટે યુનિટ સ્થાપવા રૂપિયા 10 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.