ગુજરાત

gujarat

ETV Bharat / city

ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ, વેચાણ કરનારા વિરુદ્વ થશે કાર્યવાહી : CM રૂપાણી - ગાંધીનગરના તાજા સમાચાર

ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ જેવા મોટા શહેરો તેમજ ગામે ગામ ઉતરાયણના તહેવારની મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગત થોડા વર્ષોથી ચાઈનીઝ દોરી અને તુકકલોનો ક્રેઝ વધતો જાય છે. પરંતુ ચાઈનીઝ દોરી અને તુક્કલ જીવ સૃષ્ટિ માટે હાનિકારક હોવાને કારણે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે.

ETV BHARAT
ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ

By

Published : Jan 3, 2020, 4:33 PM IST

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરશે તો તેના વિરૂદ્વ કાયદેસરના પગલાં લેવામાં આવશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અંગે નિર્ણય કરતા જણાવ્યું હતું કે, ઉત્તરાયણ તહેવાર દરમિયાન ચાઈનીઝ તુક્કલ અને દોરાનો ઉપયોગ થતો અટકાવવા માટે રાજ્યની પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં સી.આર.પી.સીની કલમ 144 અનુસાર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ દોરીનો કુદરતી રીતે નાસ થતો નથી અને દોરીથી માનવ, પશુ, પક્ષી તમામનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત વીજ લાઈન અને સબ સ્ટેશનમાં આવી દોરી ભરાઇ જવાથી કે પતંગ ભરાવાથી વીજ ફોલ્ટ પણ થઇ શકે છે.

આમ તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં લઈને ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરીના સંગ્રહ અને ઉપયોગ પર રાજ્યસરકારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details