ગાંધીનગરઃ પલીયડ ગામમાં પટેલ પરિવારના ઘરે ગોગાજી મહારાજનો 5મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. જેને લઈને આજે સમગ્ર ગામમાં બેન્ડવાજા અને હાથી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ બેન્ડવાજા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. તે દરમિયાન આ સમગ્ર શોભાયાત્રાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં સ્પષ્ટ જોવા મળતું હતું કે, શ્રદ્ધાળુઓ દ્વારા માસ્ક લગાવવામાં આવ્યા નથી, તે ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવ્યું નથી.
ગાંધીનગરમાં ડી.જે વાગ્યા, હાથી નીકળ્યા પરંતુ તંત્ર ગાઢ નિંદ્રામાં - ગાંધીનગર તંત્ર ઉંઘતુ ઝડપાયું
કલોલ તાલુકાના પલીયડ ગામમાં ગોગા મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બેન્ડવાજા, ડિ.જે અને હાથી સાથે શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં ફરી રહ્યા હતા. આ શોભાયાત્રામાં માસ્ક તો ઠીક સોશિયલ ડિસ્ટન્સના નિયમનો પણ સત્યનાશ થતો જોવા મડ્યો હતો. કોઈ પણ પરવાનગી વગર આ મહામારીમાં શોભાયાત્રાના આયોજન પર અનેક સવાલ ઉભા થયા છે. શોભાયાત્રાનો વિડીયો વાયરલ થતા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ધામધુમથી નીકળી ગોગા મહારાજની શોભાયાત્રા
આ બાબતે ગાંધીનગર કલેકટર ડૉ કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, કોઈ પરમિશન મેળવવામાં આવી નથી જેને લઇને તપાસ કરવામાં આવશે. કલેકટર ઓફિસ ખાતેથી કોઈ પરવાનગી આપવામા આવી નથી. જેને લઇને DYSPને ઘટના સ્થળે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એપેડેમીક એક્ટ અંતર્ગત એક્શન લેવામાં આવશે. માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ ભંગની આઈપીસી 188 હેઠળ ગુનો નોંધવામાં આવશે.
Last Updated : Jul 10, 2020, 12:51 PM IST