- 30 દિવસમાં બીજી વખત પીએમ મોદી ગુજરાત આવશે
- કચ્છમાં બે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
- રણોત્સવમાં પણ જાય તેવી સંભાવના
- 30-31 ઓકટોબરે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા
ગાંધીનગરઃ આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓકટોબરે ગુજરાત આવ્યા હતા. પીએમ મોદી નવી દિલ્હીથી સીધા અમદાવાદ આવી ગાંધીનગરમાં પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને સંગીતકાર બેલડી મહેશ નરેશના અવસાન પછી શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘેર ગયા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાંથી તેઓ કેવડિયા કોલોની ગયા હતા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 17 જેટલા પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું હતું. 31 ઓકટોબરે એકતા પરેડમાં ભાગ લીધો હતો અને સી પ્લેનમાં બેસીને કેવડિયાથી અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી તેઓ દિલ્હી રવાના થયા હતા.
વિશ્વના સૌથી મોટો એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે