- વડાપ્રધાન મોદી 24 ઓક્ટોબરના રોજ મહત્વના ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
- વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે લોકાર્પણ
- યૂ. એન. મહેતા હોસ્પિટલ, જૂનાગઢના રોપ વે પ્રોજેક્ટ અને કિસાન સૂર્યોદય યોજનાનું કરશે લોકાર્પણ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉર્જા પ્રધાન સૌરભ પટેલ જૂનાગઢમાં હાજર રહેશે
ગાંધીનગરઃ ETV ભારતે 16 ઓક્ટોબરના રોજ 24 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ એવા જૂનાગઢના રોપ વે સેવાનો વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવશે તેવા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે જ તેઓએ જૂનાગઢમાં રોપ વે સર્વિસનું ખાતમુહુર્ત કર્યું હતું, ત્યારે 24 ઓકટોબરના રોજ પોતાના હસ્તે કરેલા ખાતમુહુર્તના પ્રોજેક્ટનું હવે તેઓ લોકાર્પણ કરશે. ત્યારે મંગળવારે રાજયના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે પત્રકાર પરિષદ કરીને કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણની વાત કરી ETV ભારતના એહવાલ પર મંજૂરીની મહોર મારી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉર્જા પ્રધાન સૌરભ પટેલ પણ જૂનાગઢમાં હાજર રહેશે.
વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
જૂનાગઢનો આ રોપ વે પ્રોજેક્ટ અનેક વર્ષોથી મુશ્કેલીમાં હતો પરંતું હવે 100 ટકા પૂર્ણ થઇ ગયો છે. જૂનાગઢના ઉચ્ચ અધિકારી સાથે થયેલી વાતચીતના આધારે હજી સુધી પીએમ ઓફિસથી સમય મળ્યો નથી. પરંતુ 24 તારીખે વડાપ્રધાન મોદી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના આધારે જૂનાગઢના રોપ વે સર્વિસનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદના ઉચ્ચ અધિકારી સાથે થયેલી વાતચીતના આધારે આ જ દિવસે યુ. એન. મહેતા હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે, આ ઉપરાંત રો-રો ફેરી સર્વિસનો પણ પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે. આ સાથે જ જૂનાગઢના ખેડૂતોને વીજળી આપવાના પ્રોજેક્ટનું પણ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.