- વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના
- 15 જુલાઇની આસપાસ ગુજરાત આવશે વડાપ્રધાન મોદી
- ગાંધીનગર રેલવે સ્ટેશન હોટલ અને અમદાવાદ સયન્સ સિટીના પ્રોજેકટનું કરશે લોકાર્પણ
- રાજ્યની રાજકીય ગતિવિધિ બાબતે કરશે ચર્ચા
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર સ્ટેશન પર તૈયાર થઇ રહેલી ફાઇસટાર હોટલ હવે લગભગ તૈયાર છે ત્યારે, સ્થાનિક તંત્ર દ્વારા પણ હોટલને વહેલામાં વહેલી તકે તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈની આસપાસ ગુજરાત પ્રવાસે આવીને ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતેની હોટલ લોકાર્પણ કરી તેવી સંભાવનાઓ છે.
15 જુલાઈના રોજ આવી શકે છે ગુજરાત
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈની આસપાસ ગુજરાતી ભાષા આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 મેના રોજ વાવાઝોડા બાદ રાજ્યની દરિયાઇ વિસ્તારોમાં હવાઇ નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. જે બાદ તેમને એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. જે બાદ વડાપ્રધાન ગુજરાતમાં આવ્યા નથી. 15 જુલાઈની આસપાસ દેશના વડાપ્રધાન ગુજરાત આવે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.
ગાંધીનગર રેલવે સ્ટેશનનું કરશે લોકાર્પણ