ગુજરાત

gujarat

Presidential Election of India 2022 : 18મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યો ક્યાં અને કેવી રીતે કરશે મતદાન?

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election of India 2022 ) માટે 18 જુલાઇએ મતદાન યોજાવા જઇ રહ્યું છે. ગુજરાતના ધારાસભ્યો અને સાંસદો દ્વારા પણ તેમાં મતદાન આપવામાં આવનાર છે. ત્યારે મતદાન પ્રક્રિયા અને મતપેટીઓની કઇ રીતે દિલ્હી સુધી પહોંચશે તે તમામ પ્રક્રિયા જાણવાલાયક છે.

By

Published : Jul 16, 2022, 3:45 PM IST

Published : Jul 16, 2022, 3:45 PM IST

Presidential Election of India 2022 : 18મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યો ક્યાં અને કેવી રીતે કરશે મતદાન?
Presidential Election of India 2022 : 18મીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યો ક્યાં અને કેવી રીતે કરશે મતદાન?

ગાંધીનગર : 18 જુલાઇના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election of India 2022 ) યોજવા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને અગાઉ કોંગ્રેસ વિધાયક દળની બેઠક મળી હતી, ત્યારબાદ આજે ભાજપ વિધાયક દળની બેઠક મળશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના દંડક પંકજ દેસાઈ ભાજપના ધારાસભ્યોને મતદાન માટેની સમજણ (Voting Process Presidential Election of India) આપશે. જ્યારે ગુજરાત વિધાનસભા સંકુલમાં (Gujarat Assembly Complex) યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા કે લોકસભાના એક પણ સાંસદો મતદાન નહીં કરે.

મતદાન પ્રક્રિયા અને મતપેટીઓની કઇ રીતે દિલ્હી સુધી પહોંચશે તે તમામ પ્રક્રિયા જાણવાલાયક

ગુજરાતમાં કોણ કરશે મતદાન -18 જુલાઇ યોજનાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (Presidential Election of India 2022 ) મતદાનની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાના શાસક પક્ષના દંડક પંકજ દેસાઈ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભા ખાતે યોજાનારી મતદાન પ્રક્રિયામાં ફક્ત ધારાસભ્યો છે તેઓ મતદાન કરશે. જ્યારે લોકસભા અને રાજ્યસભાના સાંસદો દિલ્હી ખાતે મતદાન (Voting Process Presidential Election of India)કરશે અને ગુજરાતમાં મતદાન કરશે તો આવી કોઈપણ પ્રકારની અગાઉથી સૂચના આવી નથી. જેથી તમામ સાંસદો દિલ્હી ખાતે જ મતદાન કરશે. જ્યારે ભાજપના 111 કોંગ્રેસના 63 ધારાસભ્યો, NCP 1, BTP 02 અને અપક્ષ ધારાસભ્ય મતદાન કરશે, ઉપરાંત 4 બેઠક ખાલી છે, આમ 182માંથી ફક્ત 178 ધારાસભ્યો મતદાન કરશે.

વિધાનસભાના ત્રીજા માળે થશે મતદાન -રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (Presidential Election of India 2022 ) ગુજરાત વિધાનસભાના ત્રીજા માળે (Gujarat Assembly Complex) જ્યાં દર વખતે રાજ્યસભા ચૂંટણીનું મતદાન થાય છે તે જ જગ્યા ઉપર રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન કરવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષ દ્વારા વ્હીપને નિરીક્ષકોને બતાવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર ધારાસભ્યો પોતાનો મત બતાવી શકતા નથી.

ગુજરાતના ધારાસભ્યોના મતનું મૂલ્ય -ગુજરાતના ધારાસભ્યના મતના મૂલ્યોની વાત (Voting Process Presidential Election of India)કરવામાં આવે તો આ બાબતે પંકજ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 1971ની જન સંખ્યામાં 1000 સાથે ગુણાકાર કરવામાં આવે છે અને જે સંખ્યા આવે તેમાં 182થી ભાગાકાર કરવામાં આવે છે. આમ ગુજરાતના ધારાસભ્યનું મૂલ્ય કુલ 147 થાય છે. જ્યારે મત મૂલ્યમાં હજુ પણ 1971માં કરવામાં આવેલ જનસંખ્યાનો આંકડા માન્ય રાખવામાં આવે છે. જ્યારે એ રાજ્યસભાના અને લોકસભાના સાંસદના મતના મૂલ્ય માટે કુલ દેશની સંખ્યા સાથે ભાગાકાર કરવામાં આવે છે.

પોલીસ બંદોબસ્ત સાથે મતપેટીઓ દિલ્હી જશે -18 જુલાઈ સોમવારના રોજ ગુજરાત વિધાનસભા ખાતે રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election of India 2022 ) યોજાશે. સવારે 10:00 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ગુજરાતના ભાજપ, કોંગ્રેસ, એનસીપી, અપક્ષ અને બીટીપીના ધારાસભ્યો મતદાન (Voting Process Presidential Election of India)કરશે. પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુજરાત વિધાનસભાથી અમદાવાદ એરપોર્ટથી મત પેટીઓ ખાસ વિમાનમાં લઈ જવામાં આવશે, જ્યારે મત પેટી માટે પણ વિમાનમાં સીટ બૂક કરવામાં આવી છે. જ્યારે આ પ્રક્રિયાને મુખ્ય હેતુ એ છે કે મતભેટીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે દિલ્હી લઈ જવામાં આવશે અને ત્યારબાદ મતગણતરી પ્રક્રિયા (Counting process) શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details