- રાજભવનની બહાર વહેલી સવારથી જ તૈયારી શરૂ
- 1:30 વાગે રાજભવન ખાતે શપથ વિધિ કાર્યક્રમ શરૂ થશે
- ગઈ કાલે જૂના પ્રધાનો નારાજ થતા શપથ વિધિ થઈ શકી નહોતી
ગાંધીનગર : રાજભવનની બહાર આવતી કાલે 04 વાગ્યા બાદ શપથવિધિ સમારોહ થવાની ગણતરી હતી. જે માટે 15 તારીખના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા હતા પરંતુ પાટિલના ઘરે એક પછી એક પ્રધાનમંડળમાં સામેલ પ્રધાનો બંધબારણે મિટિંગ માટે આવી રહ્યા હતા. જેમને જોતા સ્પષ્ટ નારાજગી પાર્ટીના નિર્ણયને લઈને નજરે પડી હતી. આ વાત હાઇકમાન્ડ સુધી પહોંચતા હાઇકમાન્ડે નારાજ મંત્રીઓને મનાવવા માટે રૂપાણીને જ આદેશ કર્યો હતો. જેથી આજે વહેલી સવારથી જ આ બાબતે મિટિંગોનો દોર શરૂ થઇ ગયો છે.
આ પણ વાંચો : કચ્છના મુન્દ્રા પોર્ટમાં ટેલ્કમ પાવડરની આડમાં લવાતું અધધ 2,500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચે મિટિંગનો દોર વહેલી સવારથી શરૂ
ગુજરાતના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચે મિટિંગનો દોર વહેલી સવારથી એન.એક્સ.સી ખાતે શરૂ થઈ ગયો છે. જેમાં મંત્રીમંડળની બાબતમાં 12 વાગ્યા પહેલા જ જલ્દી નિર્ણય લેવાઈ શકે છે. જો કે, રાજભવની બહાર શપથવિધિના બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ શપથવિધિની તારીખ લખવામાં નથી આવી. જેથી હજુ પણ શંકા સેવાઇ રહી છે કે કેન્દ્રીય મંત્રીમંડળની શપથવિધિ આજે પણ ક્યાંક ટળી તો નહી જાય.