ગુજરાત

gujarat

ETV Bharat / city

Pravin Maru Joins BJP : ભાજપમાં જોડાતાં પ્રવીણ મારુ, કહ્યું મુખ્યપ્રધાનની જવાબદારી આપે તો પણ તૈયાર - Gujarat Assembly Election 2022

ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ ભાજપમાં વિધિવત જોડાઇ (Pravin Maru Joins BJP) ગયાં છે. તકે આપેલા તેમના નિવેદનને (Pravin Maru Statement) લઇને રાજકીય ગણગણાટ થઇ શકે છે. તેમણે શું કહ્યું તે જાણવા ક્લિક કરો.

Pravin Maru Joins BJP : ભાજપમાં જોડાતાં પ્રવીણ મારુ, કહ્યું મુખ્યપ્રધાનની જવાબદારી આપે તો પણ તૈયાર
Pravin Maru Joins BJP : ભાજપમાં જોડાતાં પ્રવીણ મારુ, કહ્યું મુખ્યપ્રધાનની જવાબદારી આપે તો પણ તૈયાર

By

Published : Apr 14, 2022, 4:51 PM IST

ગાંધીનગર - ભાજપના ભરતી અભિયાન અંતર્ગત આજે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ તેમના સમર્થકો સાથે ભાજપમાં (Pravin Maru Joins BJP) જોડાયા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, પાર્ટી જે પણ જવાબદારી આપશે તેઓ તેનો સ્વીકાર કરશે. ઉલ્લેખનીય છે કે, તેમણે એમ પણ કહ્યું હતું કે જો પાર્ટી તેમને મુખ્યપ્રધાન બનાવે તો તે જવાબદારી ઉપાડવા માટે પણ તેઓ તૈયાર છે. આમ તેમણે આવનારી (Gujarat Assembly Election 2022)વિધાનસભાની ચૂંટણીઓને લઇને પોતાની ઈચ્છા (Pravin Maru Statement) વ્યક્ત કરી હતી.

પ્રવીણ મારુએ પોતાના નિવેદનમાં મુખ્યપ્રધાન પદની ઇચ્છા જતાવી દીધી

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું- પ્રવીણ મારુ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017)ગઢડા સીટ ઉપરથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતાં. પરંતુ ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું. 2020માં અહીં પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના આત્મારામ પરમારનો વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં (Pravin Maru Joins BJP)જોડાયા અગાઉ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત પણ લીધી હતી.

ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ

આ પણ વાંચોઃ Kama Rathod Rejoined BJP : ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા કમા રાઠોડ ફરી ભાજપમાં જોડાયાં

અન્ય કોણ જોડાયું આજે ભાજપમાં - પ્રવીણ મારુ ઉપરાંત કોંગ્રેસના રાજપરાના નેતા મહંત ભૂપેન્દ્રપુરી બાપુ, સિહોરના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ મૂલજી ચૌહાણ, સિહોરના સોશિયલ મીડિયાના કોંગ્રેસ પ્રમુખ મુકેશ ચૌહાણ, વલભીપુરના કોંગ્રેસના નેતા પ્રભાતભાઈ, વલભીપુરના કોંગ્રેસના અન્ય નેતા મુન્નાભાઈ અને ઇશ્વરભાઇ તેમજ બાબુભાઈ ભાજપમાં જોડાયા હતાં. ઉપરાંત રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના મહિલા મોરચા અધ્યક્ષ જુલીબેન લોઢીયા અને સમાજસેવિકા દીપાબેન સંઘવી પણ આજે ભાજપમાં જોડાયા (Pravin Maru Joins BJP) હતાં.

આ પણ વાંચોઃ Gujarat Assembly Elections 2022 : કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યોને લેવા માટેનું કેલેન્ડર ભાજપે બનાવ્યું : જગદીશ ઠાકોર

ABOUT THE AUTHOR

...view details