- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લઈને કોંગ્રેસની તૈયારી
- કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પ્રશાંત કિશોરની બેઠક
- પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોપાઈ શકે છે
ન્યૂઝ ડેસ્ક : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લઈને અનેક રાજકીય પાર્ટીઓ રાજ્ય પર બાજ નજર રાખીને બેઠી છે, જેના માટે ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે. આ બાબતે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મુલાકાત કરી હોવાની માહિતી મળી રહી છે. બન્ને દિગ્ગજોની મુલાકાતને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો:Explained : શું પ્રશાંત કિશોર 2024માં બની શકશે કિંગમેકર ?
2 કલાક સુધી બેઠક ચાલી
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બન્ને નેતાઓની બેઠક અંદાજે 2 કલાક સુધી બેઠક ચાલી હતી. જાણવા મળ્યું હતું કે, રાજ્યમાં આવી રહેલી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આ બેઠક કરવામાં આવી છે, ત્યારે 2022ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ તરફથી પ્રશાંત કિશોર કમાન સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવનારી વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને કોંગ્રેસ સહ્તના પક્ષો દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. જેને લઈને આ પહેલા પણ કોંગ્રેસના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક કરી હતી.
આ પણ વાંચો:પંજાબમાં 'કેપ્ટન'ના મુખ્ય સલાહકાર પ્રશાંત કિશોરે આપ્યું રાજીનામું, કહ્યું- જોઈએ છે બ્રેક
કોંગ્રેસ પ્રમુખથી લઈને વિરોધ પક્ષના પદ્દ અંગે અસમંજસ
વર્તમાન સમયની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખથી લઈને વિરોધ પક્ષના નેતા અંગે હાઇકમાન્ડ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, આથી હવે પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તો નવાઈ નહિ. આ સાથે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.