- રાજ્યમાં પાટીદાર ઓબીસી મામલો ફરી ગરમાયો
- કેન્દ્રીય પ્રધાન અને રાજ્યના નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલ આમને સામને
- કેન્દ્ર સરકારે હજુ કાયદો પસાર કર્યો નીતિ નહિ
ગાંધીનગર : કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠવાલેએ અમદાવાદમાં પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા બાબતે નિવેદન આપ્યું છે, ત્યારે આ બાબતે રાજ્ય સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ પ્રતિ ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હજુ લોકસભામાં કાયદો પસાર કર્યો છે, જ્યારે ઓબીસીમાં કઈ રીતે કોઈ પણ જ્ઞાતીને સમાવવી તે અંગેના નીતી નિયમો હજુ જાહેર કર્યા નથી.
નીતિ-નિયમ જાહેર થયા પછી સર્વે
રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે હજુ લોકસભાની અંદર ઓબીસી સમાજમાં નવી જ્ઞાતિઓને સમાવવા માટેની સત્તા રાજ્ય સરકારને આપી છે, તેનો કાયદો પસાર કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જાતના નીતિ-નિયમ જાહેર કરવામાં આવ્યા નથી. જ્યારે પણ કેન્દ્ર સરકાર દ્વારા ઓબીસી સમાજમાં નવી જ્ઞાતિઓને કઈ રીતે સમાવવા તે અંગેનો નિયમ અને નીતિ જાહેર કરવામાં આવશે, ત્યારે રાજ્ય સરકાર આ બાબતે સર્વે કરીને કઈ જ્ઞાતિને ઓબીસીમાં સમાવવાની અને કઈ જ્ઞાતિને ઓબીસીમાં ન સમાવી તે બાબતનો સર્વે રાજ્યમાં કરશે.